Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

જાફરાબાદના કડીયાળી ગામે વિશ્વ મેલેરીયાદિનની ઉજવણી :લઘુ શિબિર યોજાઈ:માર્ગદર્શન અપાયું

 

જાફરાબાદના કડીયાળી ગામે વિશ્વ મેલેરીયાદિનની ઉજવણી  અંતર્ગત  લઘુ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ કચેરી જાફરાબાદ ડા.જે.એસ.ગોસ્વામીના માર્ગદર્શન નીચે મેહુલ આર.દવે દ્વારા કડિયાળી સબસેન્ટરમાં મેલેરીયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં આશાવર્કરો તથા આંગણવાડી વર્કરો અને મેલેરીયા તાવ તથા ગામમાં થતા મચ્છરના ઉપદ્રવ વિશે વિવિધ દવાનો છંટકાવ તેમજ કોઇપણ જાતની બિમારી જણાય તો તાત્કાલિક સબસેન્ટર અથવા પીએચસી નાગેશ્રી તથા સરકારી હોસ્પીટલ જાફરાબાદનો સંપર્ક કરવા જણાવેલ. તેમજ ગામમાં રોગચાળો થતો અટકાવવા તેમજ પાણી ચોખ્ખું રાખવા અને ગંદવાદ દુર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

(12:54 am IST)
  • ચોથા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો છેલ્લો દિવસ :નવ રાજ્યોની 71 બેઠકો પર સાંજથી પ્રચાર પડઘમ બંધ :29મીએ થશે મતદાન ;મહારાષ્ટ્ર્ની 17, ઉત્તર પ્રદેશની 13, રાજસ્થાનની 13, મધ્યપ્રદેશની 6, પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, જમ્મુ કાશ્મીરની એક,અને ઝારખંડની 3 સીટ માટે થશે મતદાન access_time 1:06 am IST

  • દિવંગત અભિનેતા વિનોદખન્નાની પત્ની કરશે ભાજપમાં બળવો : ગુરુદાસપુરથી અપક્ષ તરીકે લડશે ચૂંટણી ; કવિતાખન્નાએ ગુરુદાસપુરથી પોતાના પતિની સીટ પરથી ઉમેદવારીનો દાવો કર્યો હતો : ભાજપમાં જોડાયેલા અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુરથી ટિકિટ ફાળવાતા કવિતા ખન્ના નારાજ access_time 1:20 am IST

  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશેઃ વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે : તામિલનાડુ માટે રેડ એલર્ટ જાહેરઃ 'ફાની' FANI વાવાઝોડુ ધસમસી રહ્યુ છે access_time 11:22 am IST