Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ભાવનગર નજીક ગંદા પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટમાં ડૂબી જવાથી ત્રણ કર્મીઓના કરૂણમોત

વાલ્વ બંધ કરવા ગયેલા કર્મીઓ પરત નહીં ફરતા ડૂબી ગયાની આશંકા ;:ફાયરની ટીમે ત્રણેયની લાશ બહાર કાઢી

ભાવનગર નજીક એક ગંદા પાણીને શુદ્ધ કરાવના પ્લાન્ટમાં કામ કરી રહેલા ત્રણ કર્મીઓ વાલ્વ બંધ કરવા ગયા હતા. થોડો સમય થતા વાલ્વ બંધ કરવા ગયેલા કર્મચારી પાછા ફર્યા નહી તો અન્ય કર્મીઓ તેને શોધવા માટે ગયા પરંતુ તેમનો પતો ન મળતા તે લોકો ડુબી ગયા હોવાની શંકા થઈ.

    આ કર્મીઓએ તુરંત ઉપરી અધિકારીને જાણ કરતા ફાયરની ટીમને ઘટના સ્થળ પર બોલાવી લેવામાં આવી. અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ફાયરની ટીમે બારે જહેમત બાદ ત્રણે લોકોની લાશ બહાર કાઢી લીધી છે.

   જણાવ મળતી વિગત મુજબ એક કર્મચારી વાલ્વ બંધ કરવા ગયો હશે, અને તે પાણીમાં ડૂબતા અન્ય બે કર્મચારીઓ પણ તેને બચાવવા માટે ગયા હશે અને તે લોકો પણ પાણીમાં ડુબી ગયાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ફાયરની ટીમે  ત્રણે લોકોની લાશ શોધી બહાર કાઢી લીધી છે. ત્રણેની લાશને 108 એમ્બ્યુલન્સમાં નજીકની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી રહી છે.

(8:40 pm IST)