Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

૧૬ વર્ષથી સાવરકુંડલાના ગ્રુપ ચાલી રહેલ સત્તાધાર ખાતે પુનમની સેવા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૬: સાવરકુંડલાનાં સેવકો દવારા દર પુનમ ના દિવસે સતાધાર ખાતે સેવા અપાઇ રહી છે. હવે કાર્યકર્તાઓમાં દર પુનમે વધારો થઈ રહ્યો છે આજે ૫૦- કાર્યકર્તા ઓ નીઃસ્વાર્થે દર મહીનાની પુનમ પર જાય છે, અને હોંશે હોંશે ત્યાં પોતાનાથી થતી દરેક જાતની સેવા આપી રહ્યા છે, પુજય વંદનીય શ્રી આપાગીગાના આશીર્વાદ અને જીવરાજબાપુના આશીર્વાદથી અને પુજય વિજયબાપુના માર્ગદર્શન હેઠળ આ પુનમ ગ્રુપ ચાલી રહ્યું છે, આપ આ સત્ત્।ાધાર પુનમ ગ્રુપમાં સેવાકીય પ્રવૃતિઓ માટે એક દિવસ પુણ્યનું ભાથુ બાંધી અને આવો સરસ લ્હાવો લેવા માંગતા સાવરકુંડલામાંથી દરેક જ્ઞાતિના દરેક વર્ણના અઢારે વર્ણના આસ્થાનું કેન્દ્ર સત્ત્।ાધાર ધામમાં પોતાની એક દિવસ સેવા આપવા માંગતા લોકો ને સાવરકુંડલા થી વિનામૂલ્યે લઈ જવામાં આવશે, આવવાં માંગતા લોકો પોતાનું નામ નીચે આપેલ નંબર પર વહેલા તે પહેલાના ધોરણે લખાવી આપવા .દિપકભાઈ મોરીઃ  ૭૬૨૨૮૯૧૭૧૬ મિલનભાઈ હિંગુ : ૮૭૩૫૯૩૧૫૭૭ નિકુંજભાઈ પોરીયાઃ ૯૮૯૮૬૮૪૦૩

આવતી પુનમ તારીખઃ ૨૮/૦૩/૨૦૨૧ ને વાર - રવિવાર પુનમ ભરવાં માટે જવાનો સમય ચૌદશ તારીખઃ ૨૭/૦૩/૨૦૨૧ વાર - શનીવાર રાત્રી ના ૯:૦૦ કલાકે ગાડી ઉપડવાનુ સ્થળઃ નેસડી રોડ, પીકઅપ બસ સ્ટેન્ડ સાવરકુંડલા ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.

(11:37 am IST)