Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

દ્વારાધીશ મંદિરે હોળી - કુલડોલ ઉત્સવ પૂર્વે ભાવિકોનો માનવ મહેરામણ ઉમટયો

દીપેશ સામાણી દ્વારા, દ્વારકા : એક તરફ કોરોના મહામારીના નવા નવા સ્ટ્રેઇનને લીધે દેશભરમાં ફરી હાહાકાર ફેલાયો છે જેના પગલે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા સંક્રમણ અટકાવવા હેતુ સમૂહ મેળાવળો ન થાય તેવા પગલાંઓની જાહેરાત કરાઈ છે. યાત્રાધામ દ્વારકા સહિતન ધાર્મિક મંદિરોમાં આગામી હોળી કુલડોલ ઉત્સવના તહેવારોમાં તા.ર૭-ર૮-ર૯ દરમ્યાન ભાવિકોના દર્શન માટે પ્રતિબંધ્રિત કરાયું હોય આમ છતાં મહામારી પર ઠાકોરજી પ્રત્યેની શ્રધ્ધા ભારી હોય તેમ દર વર્ષે આવતો માનવ મહેરામણ આ વર્ષે પણ અટક્યો ન હોય તેમ લાખો ભાવિકોનો પ્રવાહ યાત્રાધામ તરફ કુંટાયો હોય મંદિરમાં દર્શન બંધ થાય તે પહેલાં જ ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ મંદિરના સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વાર પર ચીકકાર ગીર્દી જોવા મળી હતી.

(10:26 am IST)