Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સેવાની આહલેક જગાવી : રાહત રસોડું ધમધમાવ્યું

અમરેલી, કુંકાવાવ અને વડિયામાં રાહત રસોડું શરૂ : સ્લમ વિસ્તારમાં તૈયાર ભોજન પહોચાડાયુ

અમરેલી : રાજ્ય વિધાનસભાના નેતા વિપક્ષ અને સ્થાનિક ધારાસભ્ય પરેશ ધાનાણીએ હાલની પરિસ્થિતિમાં રાહત રસોડું શરૂ કર્યું છે કોરોના વાયરસને કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર થયું છે ત્યારે અમરેલી, કુંકાવાવ અને વડિયામા રાહત રસોડું શરૂ કરાયું છે

અમરેલીના સ્લમ વિસ્તારમાં તૈયાર ભોજન પહોચાડાયુ છે
 પરેશ ધાનાણીએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ના સુવે તે સૌ કોઈ ધ્યાન રાખે તેમ જણાવી કોરોના વાયરસ સામે લડવા એક બનીએ તેમ ઉમેર્યું હતું

(10:20 pm IST)