Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સૌરાષ્ટ્ર - કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાહતફંડમાં ૧ લાખ ૧૧ હજાર અર્પણ

રાજકોટ, તા. ૨૬ : સૌરાષ્ટ્ર - કચ્છ  ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યુ કે સરકાર દ્વારા ઉત્તમ કાર્યવાહીઓ થઈ રહી છે સરકારના દરેક વિભાગો ખૂબ જ સરસ રીતે કાર્યરત છે. કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા તથા રાષ્ટ્રની પ્રજાના હિતમાં ઉત્તમ નિર્ણયો લેવાય રહ્યા છે. સરકારના દરેક વિભાગો સરકારી કર્મચારીઓ, સમાજ સેવી સંસ્થાઓ તથા સમાજ સેવકો સમાજ ઉપયોગી ઉત્તમ કાર્યો કરી રહ્યા છે. આવા સંજોગોમાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આર્થિક સહયોગ માટે અપીલ કરવામાં આવતા મુખ્યમંત્રી રાહતફંડમાં ૧,૧૧,૧૧૧નો ચેક કલેકટર રેમ્યા મોહનજીને આપવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર - કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ નલીન ઝવેરી, મહામંત્રી સંજય લાઠીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ જસાણી, સ્મિત કનેરીયા, જીતેન રાવાણી, રાજેશ રાણપરીયા, મંત્રી જયસુખ આડેસરા, યશ રાઠોડ, ગીરીશ ઠોસાણી, જીતેન ઘેટીયા, ડો. ભાવેશ સચદે, સી.એ. ફેનીલ મહેતા, આશિષ પટેલ, હરેશ સોનપાલ વગેરેએ સંયુકત નિવેદનમાં જણાવ્યુ છે કે સમાજના દરેક વર્ગના લોકો સરકાર દ્વારા જે નિર્ણયો કરવામાં આવે તેમાં પુરતો સહયોગ આપવા અંતમાં જણાવાયુ છે.

(4:40 pm IST)