Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

પૂ. મોરારિબાપુ દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રી રાહત ફંડમાં પચીસ લાખનું અનુદાન

રાજકોટ, તા. ર૬ : સમગ્ર વિશ્વ, ભારત અને ગુજરાત રાજયના અનેક જીલ્લાઓ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. આ મહામારીથી બચવાનો એક જ ઉપાય છે, જે છે લોકડાઉન. આવી અનિવાર્ય વ્યવસ્થાને કારણે નાના લોકો, મજુરી કરીને ગુજરાન ચલાવતી વ્યકિતઓ માટે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. આ સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા ગરીબ લોકો માટે અનાજની વ્યવસ્થા કરવામાં આવી છે.

     સરકારના આ પગલામાં સહાયભૂત થવાની સમજણ સાથે શ્રી ચિત્રકૂટ ધામ-તલગાજરડા તરફથી પૂજય મોરારિબાપુની સુચના અનુસાર લંડન સ્થિત શ્રી. રમેશભાઈ સચદેવ પરિવાર તરફથી ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીના રાહત કોશમાં રૂપિયા ૨૫ લાખનું અનુદાન મોકલવામાં આવશે. આજે એક યાદીમાં પૂજય મોરારીબાપુએ આ જાહેરાત કરી છે.  એ જ પ્રમાણે આજ રોજ મહુવાની સેવાભાવી સંસ્થા, ''ભૂખ્યાને ભોજન'' તેને પણ રૂપિયા એક લાખની સહાયતા મોકલવામાં આવી છે. આ અગાઉ પૂજય મોરારિબાપુની અનુમતિથી શ્રી. રમેશભાઈ સચદેવ દ્વારા વડાપ્રધાન રાહત કોશમાં એક કરોડનું અનુદાન મોકલવામાં આવેલ છે.

(4:39 pm IST)
  • જી-ટ્વેન્ટી દેશોની વિડીયો કોન્ફરન્સ બેઠક શરૂ થવા તૈયારી : ચીન અને રશિયા જોડાશે : કોરોના અંગે ચર્ચા : નરેન્દ્રભાઈ ભાગ લેશે access_time 4:31 pm IST

  • દિલ્હીમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહત્વની જાહેરાત : લોકોની ભીડ થતી અટકાવવા અને ચીજ વસ્તુઓના પૂરતા સ્ટોકને ધ્યાને લઇ નિર્ણય લીધો : દૂધ ,શાકભાજી , દવા ,કરિયાણું ,સહિતની જીવન જરૂરી ચીજો માટે ભીડ ન કરવા અનુરોધ : મહોલ્લા ક્લિનિક ચાલુ રહેશે : ફ્રી હોમ ડિલિવરી સેવા પણ ચાલુ રહેશે :છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસનો એક કેસ નોંધાયો access_time 7:26 pm IST

  • નાગપુરના પહેલા કોરોના વાયરસના દર્દીને મળી રજા :ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી દર્દીને રજા આપી દેવાઈ : આ દર્દીનો બીજો સેમ્પલ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો : ડી, અજય કીયૉલિયા access_time 8:57 pm IST