Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

દ્વારકામાં અન્ય રાજ્યોના ફસાયેલા ભાવિકો માટે રીલાયન્સ સહિત જુદા જુદા સેવાભાવીઓ દ્વારા સેવાકાર્યનો ધમધમાટ

રાજકોટ, તા. ૨૬ :. કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે આ વાયરસની અસર પ્રસરતી અટકાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. જેના કારણે દ્વારકા આવેલા ૩૦૦થી ૩૫૦ જેટલા ભાવિકો ફસાઈ જતા તેઓને જુદી જુદી સંસ્થાઓ મદદ કરી રહી છે.

દ્વારકામાં આવેલા તેલંગણાના એક પ્રજ્ઞાચક્ષુ સહિત ઉત્તર પ્રદેશ અને બિહારના ૩૦૦થી ૩૫૦ ભાવિકો હાલમાં ફસાયા છે. જેઓને જમવા-રહેવાની સગવડતા મળે તે માટે રીલાયન્સ પરિવાર, પ્રેમ પરિવાર, પંચમુખીદાદા મંદિર, કાનદાસબાપુ આશ્રમ, કેશવાનંદ સ્વામી, સનાતન આશ્રમ, પી.આઈ. વાગડીયા સહિતના દ્વારા વિવિધ સુવિધા આપવામાં આવી છે.

રિલાયન્સ પરિવાર દ્વારા અન્ય રાજ્યોમાંથી આવેલા યાત્રીકોને કોઈ અગવડતા ન પડે તે માટે જમવાની તથા રહેવાની સુવિધા આપવામાં આવી છે. જ્યારે ઈન્ચાર્જ પી.આઈ. વાગડીયાએ ફસાયેલા યાત્રિકોને કાનદાસબાપુ આશ્રમે સીફટ કરી દીધા છે.

(3:32 pm IST)