Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગોંડલના વાસાવડ ગામે કુવામાંથી બાળકનું હાડપીંજર મળ્‍યું

તાજુ જન્‍મેલ બાળક કુવામાં ફેંકી દીધાની શંકાઃ પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૨૬: ગોંડલના વાસાવડ ગામે કુવામાંથી બાળકનું હાડપીંજર મળી આવતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વાસાવડ ગામે ખાંટપરા ગરબી ચોક પાસે કુવામાં બાળકનું હાડપીંૅજર હોવાની જાણ થતા ગામના સવજીભાઇ ટપુભાઇ ખાંટે તાલુકા પોલીસને જાણ કરતા પીએસઆઇ એ.વી.જાડેજા સહીતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો. પોલીસે કુવામાંથી હાડપીંજર કબ્‍જે કરી ફોરેન્‍સીક લેબમાં મોકલી આપેલ છે. પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ કોઇ અજાણી મહિલા અથવા પુરૂષે બાળકનો જન્‍મ  છુપાવવાના ઇરાદાથી બાળકને કુવામાં ેફેંકી દીધાની શંકા છે. ૪ થી ૬ મહિના પહેલા  તાજુ જન્‍મેલ બાળકને ફેંકી દેવાયાની આશંકા છે. બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્‍યા પુરૂષ અથવા મહિલા સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:45 pm IST)