Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગોંડલના ચોરડી ગામની સીમમાં ગોમટાના હસમુખભાઇ પટેલને બે શખ્‍સોએ માર માર્યો

પાઇપ લાઇન કાપી નાખવા બાબતે બાવુ જીવાણી તથા પ્રજેશ દઢાણીયા તૂટી પડયા

રાજકોટ, તા., ૨૬:  ગોંડલના ચોરડી ગામની સીમમાં ગોમટાના પટેલ આધેડને બે શખ્‍સોએ માર મારતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના ચોરડી ગામની સીમમાં વાડી ધરાવતા હસમુખભાઇ  રતીભાઇ ઢોલ (રહે. ગોમટા) ને બાવુ અનુભાઇ જીવાણી તથા પ્રજેશ ઉર્ફે ભાણો રસીકભાઇ દઢાણીયા (રહે. બંન્ને ગોમટા) એ ઢીકા-પાટુનો માર માર્યો હતો. વાડીમાં પ્‍લાસ્‍ટીકની પાણીની લાઇન કાપી નાખવા બાબતે થયેલ ઝઘડામાં ઉકત બંન્ને શખ્‍સોએ માર માર્યો હતો. આ અંગે ફરીયાદ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(1:45 pm IST)