Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગુજરાત સરકારનો ગરીબો માટે વધુ એક વખત સંવેદનશીલ નિર્ણય : રાદડિયા

નવાગઢ,તા.૨૫ : સમગ્ર દેશ અને ગુજરાત પર આવી પડેલ કોરોના રૂપી મહામારીમા કેન્દ્રસરકાર દ્વારા જાહેર કરેલ ૨૧ દિવસના લોકડાઉન ના સમયગાળા દરમ્યાન રાજયની ગરીબ જનતાને કોઈપણ જાતની તકલીફના પડે એ માટે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ૬૦ લાખ પરીવારોને એપ્રિલ મહિનાનુ અનાજ તા.૧લી એપ્રિલના રોજ રાજયના પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો પરથી વિનામુલ્યે વિતરણ કરવામા આવશે.

વિતરણ કરવામા આવનાર અનાજ મા ધઉં ૩.૫ કિલોગ્રામ,ચોખા ૧.૫ કિલોગ્રામ વ્યકિતદિઠ તેમજ ખાંડ ૧ કિલોગ્રામ,દાળ ૧ કિલોગ્રામ,મીઠુ ૧ કિલોગ્રામ પરિવારદિઠ આપવાનો નિર્ણય કરવામા આવે છે.ગુજરાત સરકારનો રાજયના ગરીબ લોકો માટે વધુ એકવખત સંવેદનશીલ નિર્ણય છે. એવુ જયેશ રાદડિયાએ જણાવેલ છે.

(1:01 pm IST)
  • ઈરાનમાં ૨૦૭૭ મોત : અમેરિકા ૧૦૩૨ મોત : સ્પેનમાં ૩૬૪૭ મોત : ચીનમાં ૩૨૮૭ મોત access_time 7:37 pm IST

  • ભુજમાં અટવાયેલા ૮૦ લોકો ઘેર રવાના :હોટેલમાં કામ કરતા લોકોને વ્હારે તંત્ર : વહીવટી તંત્ર-પોલીસ દ્વારા કરાઈ વ્યવસ્થા: બે બસ લોકો ભીલોડા જવા થયા રવાના access_time 10:42 pm IST

  • વિશ્વમાં કોરોના : 4,91,180 કેસ : વિશ્વમાં મૃત્યુઆંક 22,165 થયો : 1,18,059 લોકો સાજા થયા : કોરોના એક્ટિવ કેસ 3,50,956 જેમાં 3,33,187 હળવા કેસ અને 17,769 સિરિયસ કેસ: કુલ કેસના 4,51 ટકા જ મૃત્યુ છે access_time 8:02 pm IST