Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

વંથલીના કોયલી ગામે જુગાર રમતા ૩ ઝડપાયા

જુનાગઢ તા.૨૬: વંથલી તાલુકાના કોયલી ગામનો લીલા  ગીગાભાઇ મુળીયાસીયા મેર કોયલી ગામમાં કોઠી ફળી વિસ્તારમાં  જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમી આધારે રેઇડ કરતા (૧) અનવર સીદીકભાઇ અગવાન નાઘોરી ઉ.વ. ૫૪ રહે. જુનાગઢ ગાધી ચોક પાસે ડો. દોલકીયાના દવાખાના પાસે, સન્માન પ્લાઝા ત્રીજા માળે બ્લોક નં. ૩૦૨ (૨) જેન્તિભાઇ ધીરૂભાઇ  મકવાણા  પટેલ ઉ.વ. ૪૬ રહે. જુનાગઢ ઝાંઝરડા રોડ, ફળદુવાડી પાસે, મોતી પેલેસ બ્લોક નં. ૧૦૧ પહેલા માળે (૩) મનીષ અમૃતલાલ સાંગાણી લોહાણા ઉ.વ. ૪૧ રહે. જુનાગઢ ઝાંઝરડા રોડ, સથવારા સમાજ પાસેને  રોકડા રૂપીયા ૨૯,૪૯૦/-, મો.સા. નંગ - ૨ કિ. રૂા. ૫૦,૦૦૦/-, મોબાઇલ ફો નંગ -૪ કિ.રૂા. ૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮૩,૪૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

ક્રાઇમ બ્રાંચના પો.ઈન્સ. આર.સી. કાનમીયા તથા પો.સબ. ઈન્સ. આર.કે.ગોહિલ , ડી.એમ.જલુ તથા પો.હેડ કોન્સ. શબીરખાન બેલીમ, ભરતભાઇ સોનારા, વી.એન. બડવા, વિક્રમભાઇ  ચાવડા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, હાજીભાઇ સુમરા, તથા પો.કોન્સ. સાહિલભાઇ સમા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, ડાયાભાઇ કરમટા, દિનેશભાઇ કરંગીયા, ધર્મેશભાઇ વાઢેળ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:58 pm IST)