Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સુરેન્‍દ્રનગરમાં ઝુંપડપટ્ટીમાં બે ટકનું જમવાનું સેવાભાવીઓ દ્વારા અપાશે

વઢવાણ, તા.૨૬: જોરાવરનગર ખાતે વર્ષોથી વિવિધ પ્રકારના સેવાકીય કાર્ય કરતી નારાયણ સેવા સંસ્‍થા દ્વારા રતનપર તેમજ જોરાવરનગર ખાતે જરૂરિયાત મંદ લોકો ને અનાજની કીટનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું હતું..

નારાયણી સેવા સંસ્‍થાના પ્રમુખ નીરવ સિંહ પરમાર દ્વારા જણાવાયું હતું કે હાલમાં મહામારીની સ્‍થિતિમાં જયારે વિવિધ સ્‍થળોએ લોકોમાં ફફડાટ ફેલાયેલો છે અને લોકોને જીવન જરૂરિયાતની ચીજો મેળવવી પણ મુશ્‍કેલ બની ગઈ છે ત્‍યારે નારાયણ સેવા સંસ્‍થા માંથી ઉદાહરણ લઈને બીજી અન્‍ય સેવાકીય સંસ્‍થાઓ પણ આગળ આવે છે તેવી અપીલ પણ જાહેર જનતાને કરી હતી.

કુંભાર પૂરાં વિસ્‍તારના યુવકો દ્વારા ખાસ કરી સુરેન્‍દ્રનગર જિલ્લાની ઝૂંપડપટ્ટી અને જયાં ગરીબ લોકો વસવાટ કરે છે અને રોજનું લાવીને રોજનું ખાય છે તેવી જગ્‍યાએ પરિવારો સાથે બેઠક કરીને બપોરનું જમણવાર અને સાંજનું વાળું પહોંચાડવાનો કુંભાર પરા વિસ્‍તાર ના યુવકોએ સંકલ્‍પ લીધો હતો ખાસ કરીને ગેલાભાઈ ભરવાડ ભાયાભાઈ હિતેશભાઈ ભીમાભાઇ અને કુંભારપરા વિસ્‍તારના યુવકો દ્વારા આ સેવાની શરૂઆત કરવામાં આવી છે ત્‍યારે ઝુપડપટ્ટી વિસ્‍તાર ના લોકો ૨૧ દિવસ સુધી બહાર ન નીકળે અને કોરોનાવાયરસ થી બચે તેવા પ્રયાસ અને જાગૃતતા પણ આ પરિવારોમાં લાવવામાં આવી હતી..

હાલમાં પણ ૨૦ થી વધુ સંસ્‍થાઓ શેરીએ જઈ ગરીબ વર્ગની મુલાકાત લઇ તેમને બે ટંક ભોજન મળી રહે તેવા હાલમાં પ્રયાસ છે અને બપોરના સમયે ચા પાણી નાસ્‍તો સવારે નાસ્‍તો જેવા અનેક પરિવારો સ્‍વખર્ચે સેવા ના લાભાર્થે ગરીબ પરિવારો વચ્‍ચે જઈને તેમના બાળકોનું પેટ ભરી રહ્યા છે.

(1:08 pm IST)