Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કચ્છ સહિત રાજયભરના પ્રાથમિક શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવશે

રાજયના બે લાખ શિક્ષકો દ્વારા અંદાજે ૪૦ કરોડ જેટલી રકમ કોરોના સંકટ સામે લડવા અપાશે

ભુજ, તા.૨૬: વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર દેશ અને દુનિયામાં ભરડો લીધો છે ત્યારે આ સંકટને પહોંચી વળવા કેન્દ્ર અને રાજય સરકારો તનતોડ મહેનત કરી રહી છે ત્યારે આ ભગીરથ કાર્યમાં તેમને મદદરૂપ થવા માટે રાજયના પ્રાથમિક શિક્ષકો પણ આગળ આવ્યા છે. કહેવાય છે ને કે 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ' ચાણકયના આ વિધાનને શિક્ષકોએ ફરી એક વાર સાચા અર્થમાં ચરિત્રાર્થ કરી બતાવ્યું છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ તથા પ્રાથમિક શિક્ષણ નિયામક ડો. મહેશ જોષીની પ્રેરણાથી ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંદ્યના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીશ પટેલ, કોષાધ્યક્ષ ભાભલુ વરૂ વગેરે દ્વારા રાજયના તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંદ્યના પ્રમુખ, મહામંત્રી, રાજયસંદ્યના હોદેદારો તથા તમામ શિક્ષક મિત્રો સમક્ષ સંકટની આ ઘડીમાં સૌને મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી હતી જેને રાજયભરના પ્રાથમિક શિક્ષકોએ સહર્ષ સ્વીકારી લીધી હતી અને રાજયના તમામ શિક્ષકોએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવવા તૈયારી દર્શાવી હતી. રાજયના તમામ જિલ્લા સંદ્યના પ્રમુખ, મહામંત્રી સહિતના હોદેદારો દ્વારા સબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓ તથાઙ્ગ શિક્ષણાધિકારીઓને સાથે રાખીને સહાયની આ રકમના ચેકઙ્ગ જે તે જિલ્લા કલેકટરોને મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવવા અર્પણ કરવામાં આવશે.ઙ્ગ રાજયસંદ્યની અપીલના પગલે કચ્છ જિલ્લાના પણ તમામ પ્રાથમિક શિક્ષકો પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતકોષમાં જમા કરાવશે તેવું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઇ આહિર તથા રાજયસંદ્યના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે. જિલ્લાના ઘણા શિક્ષકો તો એનાથી પણ આગળ વધીને પોતાના પગારના ૧૦ ટકા તો કેટલાકે વ્યકિતગત રીતે ૫, ૧૦, ૨૫ તથા ૫૧ હજાર સુધીની રકમ આપવા તૈયારી દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષક સંદ્ય કે વહિવટી તંત્ર દ્વારા જયારે પણ શિક્ષકોને મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે શિક્ષકોએ કદી પાછી પાની કરી નથી. અગાઉ શહીદાઙ્ખના પરિવારજનો માટે તથા કેરળ અને પાલનપુરના અસરગ્રસ્તો માટે પણઙ્ગ શિક્ષકોએ ઉદાર હાથે ફાળો આપેલ છે. પ્રાથમિક શિક્ષકોના આઙ્ગ ભગીરથ કાર્યને જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, શિક્ષણ સમિતિના અધ્યક્ષા છાયાબેન ગઢવી, પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર વગેરે દ્વારા બિરદાવાયું છે.

(11:57 am IST)
  • કચ્છના મોટી વમોટીમાં ૧૨ મોરના નીપજ્યા મોત:૧૦ મોરને સારવાર બાદ બચાવી લેવાયા :જેરી ઘઉં ચણયા બાદ મોરના થયા મોત:નલીયા વન વિભાગ દ્વારા કરાયું પીએમ:પીએમમાં મોરના મોતનું કારણ થયું સ્પષ્ટ access_time 10:32 pm IST

  • મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે પ્રથમ મોત:મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું: જમ્મૂ કશ્મીરમાં કોરોનાના 4 પોઝિટીવ કેસ જોવા મળ્યા હતા access_time 12:26 am IST

  • દિલ્હીમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહત્વની જાહેરાત : લોકોની ભીડ થતી અટકાવવા અને ચીજ વસ્તુઓના પૂરતા સ્ટોકને ધ્યાને લઇ નિર્ણય લીધો : દૂધ ,શાકભાજી , દવા ,કરિયાણું ,સહિતની જીવન જરૂરી ચીજો માટે ભીડ ન કરવા અનુરોધ : મહોલ્લા ક્લિનિક ચાલુ રહેશે : ફ્રી હોમ ડિલિવરી સેવા પણ ચાલુ રહેશે :છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસનો એક કેસ નોંધાયો access_time 7:26 pm IST