Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

જુનાગઢ : જિલ્લા સહકારી બેંક લી.ની બે બેઠકોની ચૂંટણી મોકુફ

જુનાગઢ, તા. ર૬ : ચૂંટણી સત્તાધીકારી સહકારી મંડળીઓ અને પ્રાંત અધિકારી જુનાગઢના તા. ર૪ માર્ચ હુકમથી ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી. જુનાગઢની ચૂંટણી અંગેનો કાર્યક્રમ તા. રપ ફેબ્રુઆરી બહાર પાડવામાં આવેલ છે. આ કાર્યક્રમ અનુસાર હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલુમાં છે. આ કાર્યક્રમ અંતર્ગત કુલ-ર૧ બેઠકો પૈકી ૧૯ બેઠકો બીનહરીફ જાહેર થયેલ છે તે સિવાય બાકી રહેતી વંથલી તથા કેશોદની બેઠકની ચૂંટણી માટે મતદાન તા. ર૯ માર્ચના રોજ અગાઉ કાર્યક્રમ જાહેર થયા મુજબ યોજવાનો થાય છે, પરંતુ કોરોના વાયરસ ફેલાવાની હાલની પરિસ્થિતિ, જિલ્લા કક્ષાની સુચનાઓ, રાજય સરકારશ્રીની સુચનાઓ ધ્યાને લેતા ર૯ માર્ચના રોજ મતદાન દરમ્યાન મતદારો, વહીવટી સ્ટાફ તથા અન્ય લોકો ભેગા થાય અને વાયરસ સંક્રમણ પીડીત કોઇ હોય તો તેની અસર અન્ય લોકોને થવાની પણ પૂરતી સંભાવના રહે જેથી આવા સંજોગોમાં ધી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી. જુનાગઢની બાકી રહેતી બે બેઠકો માટે તા. ર૯ માર્ચના રોજ મતદાન યોજવું લોકહિતાર્થે ઉચ્ચીત અને યોગ્ય જણાતું ન હોય તા. ર૯ માર્ચના રોજ યોજવામાં આવેલ મતદાન કાર્યક્રમ મોકુફ રાખવાનો હુકમ કરવામાં આવેલ છે. હવે પછી પરિસ્થિતિ સામાન્ય થયા બાદ બાકી રહેતી ર બેઠકો માટે મતદાનની તારીખ જાહેર કરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી., જુનાગઢ અને મામલતદાર જુનાગઢ (શહેર)ની યાદીમાં જણાવાયું છે.

(11:57 am IST)