Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

પોઝીટીવ કેસનો ખોટો મેસેજ મોબાઇલમાં કરતા ભાવનગરમાં પોલીસ ફરીયાદ

ભાવનગર, તા.૨૬: ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૈાડ  લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.  વી.વી.ઓડેદરા તથા પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને કોરોના વાયરસ અંગેની સોશિયલ મિડીયામાં ખોટી અફવા ફેલાવી ભાવનગર કલેકટરશ્રીના જાહેરનામાનો ભંગ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ.

જે માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા હેડ કોન્સ. દ્યનશ્યામભાઇ જેઠાભાઇ પો.કોન્સ. સંજયભાઇ નાથાભાઇ પો.કોન્સ. હસમુખભાઇ કનુભાઇ તથા પો.કોન્સ. રદ્યુભાઇ ગણેશભાઇનાઓ સોશિયલ મિડીયામાં વોચ પર હતા દરમ્યાન ગઇ તા.૨૧/૦૩/૨૦૨૦ ના પોલીટીકલ મગજમારી નામના વ્હોટસઅપ ગૃપમાં ભદ્રેશભાઇ સાદડીયાએ પોતાના મો.નં. ઉપરથી એક ખોટો મેસેજ વાયરલ કરી  “Breking Bhavnagar મા 1 positive corona case” આમ ભાવનગર શહેરમાં હજુ સુધી સત્ત્।ાવાર રીતે કોરોના વાયરસ પોઝીટીવ દર્દી આવેલ ન હોય છતા ખોટા મેસેજ કરી અફવા ફેલાવી બેજવાબદાર નાગરીક તરીકે વર્તન કરી જાહેરનામાનો ભંગ કરી ઇ.પી.કો કલમ- ૧૮૮ મુજબ ગુન્હો કરેલ હોય તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

સોશિયલ મીડીયા બાબતે લોકોને તકેદારી રાખવા અપીલ છે.

(૧) ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટસઅપ, ટવીટર કે અન્ય કોઇ સોશિયલ મિડીયા પર આપને આવેલો કોઇ પણ મેસેજ સાચો છે કે ખોટો તે ચકાસ્યા/ખાત્રી કર્યા વિના બીજા અન્ય કોઇ વ્યકતિને કે ગૃપમાં ફોરવર્ડ કરવો નહી આવા ખોટા મેસેજ તુર્તજ ડીલીટ કરવા.

(૨) આવા ખોટા મેસેજ શેર કરવાથી/અફવા ફેલાવવાથી લોકોમાં ભય અને ગભરાટની લાગણી ફેલાય છે.

(૩) કોરોના વાયરસ (covid-19) અંગેની કોઇપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મિડીયા મારફતે ફેલાવશે તે ગુન્હો ગણાશે અને તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(11:51 am IST)