Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કાલાવાડમાં તબીબી પ્રેકટીસ કરતો રાજકોટનો મસ્કતી ઝડપાયો

જામનગર તા. ર૬: કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ડો. કૌશીક ધીરજલાલ દાણીધારીયા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ સી.એસ.સી. સામે રોડ ઉપર આવેલ ગેટવલ હેલ્થ સેન્ટર કલીનીકમાં આરોપી ડો. આવદ ને મહમદભાઇ મસ્તી, રે. રાજકોટવાળા ગરેકાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરી લોકોના સ્વાસ્થ્ય જોખમાય તેવી દવાઓ આપી પોતાની ગેટવેલ હેલ્થ સેન્ટર કલીનીકમાં હાજર મળી આવેલ હોય ગુનો કરેલ છે.

મધમાખી કરડી જતા વૃધ્ધનું મોત

ગલોલણીયા ગામે રહેતા ભરતભાઇ શીવાભાઇ વસોયા ઉ.વ. ૩૭ એ ફરીયાદ નોંધાવી છે કે, શીવાભાઇ વાલજીભાઇ વસોયા, ઉ.વ. ૭પ, પોતાની વાડીએ એરડા કાપવા જતા હતા ત્યારે એરડા માંથી મધ માખી કરડી જતા બેભાન હાલતમાં કાલાવડ સરકારી હોસ્પિટલમાં લાવતા મૃત્યુ પામેલ છે.

(11:50 am IST)
  • ભારતમાં કોરોનાવાયરસ COVID-19 નું સામુદાયિક ટ્રાન્સમિશન થયું હોવાનું કહેવા માટે હાલ કોઈ સખત પુરાવા નથી : કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય access_time 9:19 pm IST

  • ઈરાનમાં ૨૦૭૭ મોત : અમેરિકા ૧૦૩૨ મોત : સ્પેનમાં ૩૬૪૭ મોત : ચીનમાં ૩૨૮૭ મોત access_time 7:37 pm IST

  • નાગપુરમાં ડોર -ટુ ડોર સર્વે : નાગપુરમાં કાલે ગુરુવારે સવારથી 'ડોર ટુ ડોર ' કોરોના સર્વે શરૂ થશે access_time 10:55 pm IST