Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ધ્રોલની બી.એચ. પટેલ માધ્ય. શાળામાં ગરીબો માટે ર૦૦૦ ફુડ પેકેટો બનાવવાનો ધમધમાટ

ઉમા આદર્શ એજયુકેશેન ટ્રસ્ટે સત્તાવાળાને સેવા કરવા તત્પરતા દર્શાવી હતી

ઉમા આદર્શ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા હાલની વિકટ પરિસ્થિતિમાં ગરીબો માટે ફુટ પેકેટ તૈયાર કરાઇ રહ્યા છે તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ હસુભાઇ કંસારા)

 ધ્રોલ તા. ર૬: કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીથી દેશમાં ફેરાયેલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વાયરસના સંક્રામણથી જે વિકટ પરિસ્થિતિ સર્જાયેલ છે તેના ઉપાય માટે માનનીય વડાપ્રધાનશ્રીએ ર૧ દિવસ માટે લોકટાઉન કરવાનો શુભ પ્રસંગનીય નિર્ણય કરેલ છે આ લોકટાઉનની અસલ મધ્યમ અને ધન્ય વર્ગીય પરિવારોને ઘરોમાં લેવાના બંધનથી વિશીષ્ટ થવાની નથી. પરંતુ તેની ખાસી અસર દૈનિક મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારો પર વધુ જ થવાની છે, તેમના માટે પોતાના અને પરિવારના અસ્તિત્વને ટકાવા માટે જીવનની પ્રાથમિક જરૂરિયાત સંભાળવાનો મોટો પ્રશ્ન છે.

આ પરિસ્થિતિના અનુસંધાને ધ્રોલથી ૩ કિ.મી. દુર ઉમા આદર્શ એજયુ. ટ્રસ્ટ સંચાલિત બી.એમ. પટેલ મા. શાળાના સંચાલકોએ જીલ્લા કલેકટર સહિત જીલ્લા સતાવાળાઓને લેખિત જાણ કરીને જણાવેલ છે કે અમારી સ્કુલમાં પ૦ રૂમોની તેમજ હોસ્ટેલના ૭૦ રૂમો ઉપલબ્ધ છે. જે બીલ્ડીંગ મેડીકલ આઇસોલેશન માટે આપવા જણાવેલ છે. તેમજ ગરીબ કુટુંબો માટે તેમની દૈનિક જીવન જરૂરીયાતની સવલતો ર૧ દિવસ સુધી પુરી પાડી શકી તેમ છે. તો આ વિકટ પરિસ્થિતિમાં અમોને અમારી રાષ્ટ્રીય અને સામાજીક ફરજના ભાગ રૂપે જવાબદારી નિભાવીશો તેવી જાણ કરેલ છે. બી.એમ. પટેલ મા. શાળાને જીલ્લા પોલીસ વિભાગ તરફથી આજરોજ ર૦૦૦ હજાર ફુડ પેકેટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવેલ છે. જે ફુટ પેકેટમાં ૧ કિલો ગુંદી અને ૧ કિલો ગાંઠીયા તૈયાર ફુડ પેકેટો પોલીસ તંત્ર તરફથી ધ્રોલ ખાતેથી લઇને જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવાની કામગીરી સંભાળશે.

(11:47 am IST)