Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

વિરપુર પોલીસની કોરોના સામે જાગૃતતા

 વીરપુરઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીનો કેર વર્તાય રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં ૨૧ દિવસ સુધી લોકડાઉન જાહેર કર્યું છે અને લોકોને અપીલ કરી છે કોઈએ ઘરની બહાર નહિ નીકળવું અને જીવન જરૂરિયાતની ચિજવસ્તુઓ જેમકે દૂધ,શાકભાજી, અનાજ,કરિયાણુ વગેરે આવશ્યક ચીજ વસ્તુઓ મળતી રહેશે તે અનુસંધાને વીરપુરની મેડીકલ સ્ટોર, અનાજ કરીયાણા તેમજ દૂધ,શાકભાજીની દુકાનો ખુલ્લી હતી જેમને લઈને વીરપુર પોલીસ દ્વારા દુકાન બહાર કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે બે વ્યકિતઓ વચ્ચે એક મીટરનું અંતર રાખી પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે મેડીકલ સ્ટોર, અનાજ,કરીયાણા તથા દૂધ શાકભાજી ની દુકાનો બહાર લોકો વચ્ચે અંતર રાખવામાં આવે તે માટે રાઉન્ડના નિશાન બનાવી દુકાનોમાં ભીડ ન થાય તેમજ ખરીદી કરવા આવેલા લોકો એકબીજા થી દૂર રહે તે માટેના પગલાં લેવામાં આવ્યા હતા,વીરપુર પોલીસના આ કાર્યને લોકોએ સ્વીકારી બિરદાવ્યું હતું.(તસવીરઃ  કિશન મોરબીયા.વીરપુર)

(11:46 am IST)