Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

હળવદમાં પોલીસની માનવતા મહેકી : શ્રમજીવી પરિવારોને અનાજની કીટનું વિતરણ

હળવદ તા. ૨૬ : પોલીસ એ પ્રજા નો મિત્ર છે એ સૂત્રને હળવદ પોલીસે સાબિત કરી બતાવ્યું છે. વિશ્વ આખું કોરોના વાયરસની મહામારી થી પીડાઈ રહ્યું છે ત્યારે દેશ માં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ કપરી પરિસ્થિતિ માં રોજનું લાવીને રોજ ખાનારા ઝૂંપડપટ્ટીમાં રહેતા દરિદ્ર નારાયણની વ્હારે હળવદ પોલીસ પરિવાર આવ્યો હતો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની અનાજ કરિયાણાની ૧૦૦ કીટ વિતરણ કરાઈ હતી.

જેમાં હળવદ જી.આઈ.ડી.સી વિસ્તાર, વિનોબા ગ્રાઉન્ડ, સ્ટેશન રોડ અને હળવદ શહેરમાં વિવિધ સ્થળો એ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હળવદ પોલીસ પરિવાર દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુની કીટ વિતરણ કરાઈ હતી ત્યારે કાલે શુ ખાસુ ??? એવી ચિંતા કરતા પરિવાર ની ચિંતા હાલ પૂરતી નિવારી છે.

આ તકે મોરબી જિલ્લા એસ ડી એમ ગંગાસિંગ,હળવદ પીઆઈ સંદિપ ખાંભલા, પીએસઆઇ પી.જી.પનારા, મોરબી જીલ્લા સરકારી વકીલઙ્ગ વિજયભાઈ જાની તથા હળવદ પોલીસ સ્ટાફના યોગેશદાન ગઢવી, દેવુભા ઝાલા,  કિરીટભાઇ જાદવ, ભાવેશભાઈ આહીર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:39 am IST)
  • અમદાવાદમાં મૃત્યુ પામનાર 85 વર્ષના વૃદ્ધ મહિલા હતા જે ગત 22 માર્ચથી સારવાર લેતા હતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ગુણવંત રાઠોડે આ જાહેરાત કરી હતી access_time 10:21 pm IST

  • નાગપુરના પહેલા કોરોના વાયરસના દર્દીને મળી રજા :ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી દર્દીને રજા આપી દેવાઈ : આ દર્દીનો બીજો સેમ્પલ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો : ડી, અજય કીયૉલિયા access_time 8:57 pm IST

  • કાશ્‍મીરમાં કોરોનાએ પ્રથમ માનવજીવ હર્યો : શ્રીનગરની હોસ્‍પિટલમાં કોરોના પોઝીટીવથી પીડાતા ૬૫ વર્ષના વૃદ્ધનું મૃત્‍યુ થતા જમ્‍મુ - કાશ્‍મીરમાં કોરોનાએ પ્રથમ જીવ લીધો છે access_time 11:59 am IST