Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

હરિદ્વારમાં ગુજરાતના ર હજાર પ્રવાસીઓને ભારે મુશ્કેલી

ધર્મશાળામાં પણ વારંવાર પૈસા માંગે છે : નાસ્તાની કેબીનો માત્ર ર કલાક ખુલ્લી રહે છે : શાકભાજીના ભાવ ઉંચા

તસ્વીરમાં રાજકોટ સૌરાષ્ટ્રના હરિદ્વારમાં ફસાયેલા યાત્રિકોએ મદદ માટે અપીલ કરી છે. (તસ્વીરઃ સૌજન્ય : અશોક બગથરિયા)

રાજકોટ, તા. ર૬ : હરિદ્વારમાં અનેક યાત્રિકો ફસાતા લોકોમાં ભારે ચિંતા પ્રસરી છે ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના ર હજાર પ્રવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું મિલનભાઇ સોલંકીએ અકિલાને જણાવ્યું હતું.

મિલનભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે રેલ્વે બસ સહિતનો વાહન વ્યવહાર બંધ કરાતા ધર્મશાળાઓને યાત્રિકો રોકાયા છે. જેઓ પાસેથી વારંવાર વધુ પૈસા લેવામાં આવી રહ્યા છે. જોકે બાપા સીતારામ આશ્રમ દ્વારા ભોજન ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સવારે ૭થી ૧૦ દરમિયાન નાસ્તાની કેબીનો ખુલે છે. જયાંથી નાસ્તો લઇએ છીએ પરંતુ શાકભાજી ભાવ વધુ લેવાઇ રહ્યા છે.

આ અંગે અહીં સ્થાનિક કલેકટર તંત્ર સમક્ષ પણ રજૂઆત કરાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના રપ૦ થી ૩૦૦ સહિત મોરબી, રાજકોટ, ધોરાજી, અમદાવાદના રપ૦થી ૩૦૦ યાત્રિકો ફસાયા છે. જેમાં જુદી જુદી હોટલો-ધર્મશાળાઓમાં આશરો લઇ રહ્યા છે.

આ યાત્રિકોને રહેવા-જમવાની સાથો સાથ દવાઓ પણ મળતી નથી.

રાજકોટના મવડી પ્લોટ-નવલનગરમાં રહેતા લુહાર કુટુંબના ર૩ સભ્યો, રાજકોટથી અમદાવાદ અને ત્યાંથી દિલ્હી અને ત્યાંથી તા. ૧૮ માર્ચના રોજ હરિદ્વાર પહોંચ્યા હતા.

ત્યાર બાદ ત્યાં યાત્રિકો ફસાઇ ગયા છે.

(11:36 am IST)