Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ કોરોના સામે લડવા ૧પ લાખની ગ્રાન્ટ ફાળવી

મોરબી તા.ર૬: મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જીલ્લા કલેકટર સાથે ચર્ચા કરીને કોરોના કહેર સામે લોકોને સુરક્ષિત રાખવા માટે રૂ.૧પ લાખની ગ્રાન્ટ ફાળવી છે.

ધારાસભ્ય બ્રિજેશભાઇએ નવરાત્રીના ઉપવાસ કરીને લોકોને કોરોના સામે સુરક્ષા મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. મોરબી પંથકમાં નાના માણસોની રોજગારી છીનવાઇ ગઇ છે તેમના વહિવારનું ગુજરાન ચાલવવા સામાજીક સંસ્થાઓને આર્થિક સહયોગ આપવા આગળ આપવા અપીલ કરી છે.

(11:35 am IST)