Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

જામનગરમાં ૧૪૪મી કલમના ભંગ બદલ ૩પ લોકો સામે કાર્યવાહી

 જામનગર, તા. ર૬ : જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટના કલમ ૧૪૪ મુજબ એક સ્થળે ૪થી વધુ વ્યકિતઓને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવેલ જે તેની કડક અમલવારી કરવા પોલીસ અધિક્ષક શરદ સિંઘલે કડક સુચના આપી હતી.

આ સુચનાને પગલે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકીંગ હાથ ધરેલ તે દરમિયાન ગુરૂદ્વાર ચોકડી, અંબર ચોકડી, વિકાસ ગૃહ રોડ, રામેશ્વર ચોકમાં જાહેરમાં મળી આવતા તેમજ કાપડની દુકાન ખુલ્લી રહેવા તેના માલિક તેમજ ફુલહારની દુકાન ખુલી હોય તેના માલીક સહિત કુલ ૩પ વ્યકિતઓ સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ કલમ ૧૪૪ મુજબ ગુન્હા નોંધવામાં આવેલ હતાં.

આ કાર્યવાહી પો. ઇન્સ. ગોહિલ તથા પીએસઆઇ આર.બી. ગોજીયા એલસીબી સ્ટાફના જયુભા ઝાલા, અશ્વિનભાઇ ગંધા, સંજયસિંહ વાળા, ભરતભાઇ પટેલ, હરપાલસિંહ સોઢા, ફિરોજભાઇ દલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, ભગીરથસ્િંહ સરવૈયા , અશોકભાઇ સોલંકી, દિલીપભાઇ તલવાડીયા, ખીમભાઇ ભોચીયા, લાલુભાઇ ગઢવી વિગેરે રોકાયા હતાં.

(11:34 am IST)