Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

જૂનાગઢમાં કોરોના વાઇરસના પગલે જાહેરનામાનો ભંગ કરનાર ૩૦ સામે કેસઃ ૫૧ વાહનો ડિટેઇન

લોકડાઉન દરમ્‍યાન વહિવટી તંત્ર અને પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી

જૂનાગઢ,તા.૨૬: ગઇ કાલે રાત્રે વડાપ્રધાન નેરન્‍દ્રભાઇ મોદીએ આખા દેશમાં કોરોના વાયરસને લઇ ૨૧ દિવસનું લોકડાઉન કરવા કરેલ અપીલ બાદ તેનું સંપૂર્ણ પણે અમલવારી થાય તે માટે જૂનાગઢ રેન્‍જના ડીઆઇજી શ્રી મનિંદર પ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભસિંઘ તેમજ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તમામ ડીવીઝન પોલીસ સ્‍ટાફ અને જીલ્લાભરના પોલીસ સ્‍ટેશન જાહેરનામુ પાલન થાય તે માટે કડક ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં આજ સવારથી જ શહેર અને જીલ્લાભરમાં કડક ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. ડીવાયએસપી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે છેલ્લા ૪ દિવસમાં દુકાનો વગેરે ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરનાર ૩૦ વેપારી સામે કેસો કરવામાં આવ્‍યા હતા. તેમજ ગઇ કાલે જાહેરનામાના ભંગના ૮ કેસ થયા હતા. જેમા સીડીવીઝન પો.સ્‍ટેના પીએસઆઇ ડીજી બડવાએ ૪ કેસ તેમજ બાંટવા પીએસઆઇ કેકે મારૂએ જાહેરાનામા ભંગ બદલ ૩ કેસ કર્યા હતા. જ્‍યારે શહેર ટ્રાફિકના પીએસઆઇ એ.સી.ઝાલા તથા સ્‍ટાફ દ્વારા ૫૧ વાહન ચાલકોના વાહન ડિટેઇન કર્યા હતા અને આમ પોલીસ દ્વારા જાહેરનામાનો ચુસ્‍ત પણે અમલ કરવા કરીબધ્‍ધ બનેલ છે.

(11:23 am IST)