Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોના સંક્રમણથી લોકોને બચાવવા

ધોરાજી સરકારી હોસ્પિટલના મેદાનમાં મંડપ નાખી ઓપીડી વિભાગ ચાલુ કરાયો

ધોરાજી : લોકોને કોરોના વાઇરસની મહામારીમાંથી બચાવવા ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવનાર દર્દીને સમયસર ઝડપી સારવાર માટે હોસ્પિટલના મેદાનમાં મંડપ નાખી આઉટ ડોર પેસન્ટને તપાસવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

ધોરાજી તા. ર૬ :.. સમગ્ર વિશ્વમાં કોરાના એ હાહાકાર મચાવેલ છે. ત્યારે કોરાનાથી બચવા અને તેના સંકરમણ ન થાય તેવા હેતુથી ધોરાજીની સરકારી હોસ્પીટલના ગ્રાઉન્ડમાં મંડપો નાખી દર્દીઓ એક બીજાથી દુર રહે અને જુદા જુદા રોગના દર્દીઓ માટે અલગ અલગ ઓપીડીની વ્યવસ્થા રખાઇ છે.

દવાઓ પણ હોસ્પીટલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ આ તકે ધોરાજી સરકારી હોસ્પીટલના એમ. ડી. ફીઝીશીયન ડો. બસીરભાઇ ગરાણા (વિઝીટીંગ)એ જણાવેલ કે આ તમામ સુવિધાઓ દર્દીઓના હીતમાં છે.

આ તકે સરકારી હોસ્પીટલના અધિકારી ડો. જયેશ વરોટીયનએ જણાવેલ કે સરકારની ગાઇડ લાઇન મુજબ તમામ પરીસ્થિતીને પહોંચી વળવા ધોરાજી સરકારી દવાખાનામાં પુરતી દવાઓ સાધન સામગ્રી અને આધુનિક આઇસોલેશન હોલ બનાવામાં આવેલ છે.

ઓપીડીમાં ધોરાજી સરકારી હોસ્પીટલના ડો. જયેશ વરોટીયન, ડો. રાજબેરા, ડો. અંકીતાબેન પરમાર, ડો. પાર્થ મેઘનાથી, ડો. એન. બી. અંટાળા, ડો. અંજલીબેન તલરેજા, ડો. જીજ્ઞા કણઝારીયા, મેરને ઝીરાબેન ગોસ્વામી, સહિતના નર્સીંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ પોતાની સેવામાં જોડતા હતા દર્દીઓનું ચેક અપ કરી દવાઓ આપેલ હતી. અને ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ધોરાજી સરકારી હોસ્પીટલની સેવાઓને બિરદાવી હતી.

 

 

(10:27 am IST)