Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

વાંકાનેરમાં સામાજીક કાર્યકરો દ્વારા હેન્ડવોશ અને મીટર અંતર દોરી જાગૃતિ માટેનું કાર્ય કર્યુ

કોરોના વાયરસથી બચાવવા પ્રયાસો

વાંકાનેર, તા. ૨૬ :. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હડ્ડપન મચાવી છે ત્યારે પ્રજાજનોને બચાવવા ભારત સરકાર દ્વારા લોકડાઉન સહિતના જરૂરી પગલા લેવાય રહ્યા છે ત્યારે દરેક સમજુ નાગરિકની પણ ફરજ બને છે કે પોતાનું ગામ, શહેર, જિલ્લો અને દેશનો નાગરીક આ કોરોના વાયરસથી બચી શકે અને તે માટે સૌએ જાગૃતિ કેળવવા માટેના પગલા અને મહેનત કરવી પડે. નગરપાલિકા, પોલીસ, સફાઈ કામદારો તેનાથી શકય તેટલી કામગીરી કરી રહ્યા છે.

મારે પણ મારા નગરજનો માટે શકય તેટલુ સારૂ કામ કરવુ જોઈએ તેવી સારી ભાવના સાથે જીનપરા જકાતનાકા પાસે મામાદેવની જગ્યા આગળ આ વિસ્તારના નગરસેવીકા શ્રીમતી જ્યોત્સનાબેન મકવાણા મોરબી જીલ્લા કોળી સેના પ્રમુખ રમેશભાઈ મકવાણા, સામાજીક અગ્રણી ભીખાભાઈ મકવાણા દ્વારા બે હેન્ડવોશ મશીન મુકી સાથે લીકવીડની બોટલોથી નગરજનો વારંવાર પોતાના હાથ ધોય શકે તેવુ સુંદર કાર્ય ચાર દિવસથી શરૂ કર્યુ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં હાથ ધોય કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવાનો લાભ લઈ રહ્યા છે.

આવુ જ એક સારૂ કાર્ય અન્ય યુવા ટીમ દ્વારા થઈ રહ્યુ છે. વર્તમાન સમયમાં લોકડાઉનને પગલે મેડીકલ, કરીયાણા અને દૂધની ડેરીઓ વિગેરે જગ્યાએ લોકોની ભીડ થતી હોય તેને ધ્યાનમા લઈ ઉપરોકત વેચાણ કેન્દ્રો આગળ એક એક મીટરનું માપ - નકશા દોરી પ્રજાએ આ અંતરમાં ઉભા રહી કોરોના વાયરસથી બચવાના પ્રયત્નો કરવાની સમજણ જીનપરા વિસ્તારના યુવા અગ્રણી ચેતનગીરી ગોસ્વામી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી છે.

(10:19 am IST)