Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

હળવદ પોલીસ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કરિયાણાની કીટ વિતરણ

 

વિશ્વ આખું કોરોના વાયરસ ની મહામારી થી પીડાઈ રહ્યું છે ત્યારે દેશ માં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કપરી પરિસ્થિતિ માં રોજ નું લાવીને રોજ ખાનારા ઝૂંપડપટ્ટીમાં રહેતા દરિદ્ર નારાયણ ની વ્હારે હળવદ પોલીસ પરિવાર આવ્યો હતો અને ઝૂંપડપટ્ટીમાં હેતા લોકો ને જીવનજરૂરિયાત ની અનાજ કરિયાણાની ૧૦૦ કીટ નુ વિતરણ કરાઈ હતી

જેમાં હળવદ જી.આઈ.ડી.સી વિસ્તાર , વિનોબા ગ્રાઉન્ડ , સ્ટેશન રોડ અને હળવદ શહેર માં વિવિધ સ્થળો આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર માં હળવદ પોલીસ પરિવાર દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુ ની કીટ વિતરણ કરાઈ હતી ત્યારે કાલે શુ ખાસુ ??? એવી ચિંતા કરતા પરિવાર ની ચિંતા હાલ પૂરતી નિવારી છે ત્યારે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે વાત સાબિત થઈ છે અને પોલીસ ની સરાહનીય કામગીરી થી હળવદ પોલીસ ની ચોતરફથી વાહ વાહ થઈ રહી છે

તકે મોરબી જિલ્લા એસ ડી એમ ગંગાસિગં ,હળવદ પીઆઈ સંદિપ ખાંભલા, પીએસઆઇ પી.જી.પનારા, મોરબી જીલ્લા ડીજીપી વિજયભાઈ જાની તથા હળવદ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા,

(12:47 am IST)