Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

મોરબીના માસુમ હિતેષની હત્યામાં માસા હાર્દિકને તેના ભાઇ વિજય ચાવડાએ પણ મદદ કરી'તી

બંન્નેની ધરપકડઃ હાર્દિક સવારે ઘેરથી કાં હિતેષ નહિ અથવા તો તેનો બાપ નહી તેમ કહી નિકળ્યો'તોઃ ભાઇ વિજયને અગાઉથી જ હત્યા સ્થળે બોલાવી રાખ્યો'તો

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર માસુમ બાળક હિતેષ અને બીજી તસ્વીરમાં  પકડાયેલ બંન્ને આરોપીઓ નજરે પડે છે. (તસ્વીરઃ પ્રવિણ વ્યાસ-મોરબી)

 મોરબી, તા., ૨૬: મોરબી પંથકમાં ખળભળાટ મચાવનાર પાનેલીના માસુમ હિતેષ ચાવડાની હત્યામાં સગા માસાએ તેના ભાઇની પણ મદદ લીધાનું ખુલતા બંન્ને ભાઇની ધરપકડ કરાઇ છે.

મોરબીના પાનેલી ગ્રામ પંચાયત નજીકના રહેવાસી અશોકભાઈ ચાવડાએ તેના બાળકના અપહરણ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં શકદાર હાર્દિક દ્યનશ્યામ ચાવડાએ તેના પુત્રનું અપહરણ કર્યાની આશંકા વ્યકત કરી હતી ફરિયાદીનો પુત્ર હિતેશ ચાવડા મોરબીના વજેપરમાં તેના મામાના દ્યરે રહેતો હોય અને ૧૧ વર્ષનો હિતેશ ધોરણ ૫ માં અભ્યાસ કરતો હતો જે રવિવારે સાંજે વજેપર શેરી નં ૧૧ નજીકથી નાસ્તો કરવાનું કહીને ગયા બાદ પરત ફર્યો ના હતો જે ફરિયાદને પગલે શકમંદ બાળકના માસા હાર્દિક ચાવડાને એ ડીવીઝન પોલીસ મથકે આકરી પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને સજ્જનપર દ્યુનડા રોડ પર તેને બાળકની હત્યા કરી મૃતદેહ સળગાવી નાખ્યો હોવાની કબુલાત આપી હતી અને સ્થળ પર તપાસ કરતા સળગાવી દીધેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા જેને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.

મૃતક હિતેશના પિતા અશોકભાઈ ચાવડાને શકમંદની પત્ની સોનલબેન સાથે આડાસંબંધ હોવાની શંકા હોય તેમજ તેની પત્ની હિતેશ ચાવડા પ્રત્યે ખુબ પ્રેમ દેખાડતી હોય અને તેના બહાને તેની પત્ની અશોક ચાવડાને મળવા જતી હોય જેને પગલે ગઈકાલે નાસ્તો લેવા હિતેશ દ્યર બહાર નીકળ્યો ત્યારે મોટરસાયકલમાં અપહરણ કરી લઇ ગયો હતો અને બાદમાં ગળું દબાવી હત્યા કરી હતી તેમજ બાદમાં મૃતદેહ સળગાવી નાખીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દરમિયાન પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આરોપી હાર્દિક ચાવડા સવારે તેના ભાઇ વિજયને કહીને નીકળ્યો હતો કે કાં હિતેષ નહિ અથવા તો તેનો બાપ નહિ. ત્યાર બાદ હાર્દિકે માસુમ હિતેષનું અપહરણ કર્યા બાદ સાંજે તેના ભાઇ વિજય ચાવડાને વાયર સળગાવવાના બહાને સજ્જનપર ધુનડા પાસે બોલાવ્યો હતો અને બંન્ને ભાઇઓએ માસુમ હિતેષને મોતને ઘાટ ઉતારી સળગાવી નાખ્યો હતો.

પકડાયેલ આરોપ હાર્દિક ચાવડા તથા તેના ભાઇ વિજય ચાવડાને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે. વધુ તપાસ એ ડીવીઝનના પીઆઇ આર.જે.ચૌધરી ચલાવી રહયા છે.

(3:44 pm IST)