Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

પોરબંદર બેઠક માટે ભાજપ દ્વારા રમેશ ધડુકનું નામ ફાઈનલ? જાહેરાત ગમે તે ઘડીએ થશે

રાજકોટ : પોરબંદર લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પક્ષ તરફથી સાવ નવુ નામ બહાર આવી રહ્યું છે ટોચના ભાજપ વર્તુળોના જણાવ્યા પ્રમાણે ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને ગુજરાત માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન રહી ચૂકેલા શ્રી રમેશભાઈ ધડુકને ભારતીય જનતા પક્ષ તરફથી પોરબંદર બેઠકના ઉમેદવાર તરીકે ગમે તે ત્યારે જાહેરાત કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જો છેલ્લી ઘડીના ફેરફાર નહિં આવે તો પોરબંદરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ ધડુક નિશ્ચિત મનાય છે.

(3:31 pm IST)