Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

મોરબી જીલ્લામાં પાક વીમાં અન્યાય મુદે યાર્ડના ચેરમેન ખેડૂતોની વ્હારેઃ કૃષિમંત્રીને રજૂઆત

મોરબી, તા.૨૬: ચાલુ વર્ષે મગફળી પાકવીમો જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને અન્યાય થયેલ છે મોરબી તાલુકામાં ૧૭ ટકા, માળિયા તાલુકામાં ૩૫ ટકા અને ટંકારા તાલુકામાં ૨૯ ટકા મગફળીનો પાકવીમો મંજુર કરાયો છે જેમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના નિયમો અનુસાર વિસંગતતા છે જે મામલે માર્કેટિંગ યાર્ડ ચેરમેને કૃષિ મંત્રીને રજૂઆત કરી છે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના ચેરમેન મગનભાઈ વડાવીયાએ ભારત સરકારના કૃષિ મંત્રી પરશોતમભાઇ રૂપાલાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકામાં ગોઠવાયેલ અખતરા ૧૬ મળેલ ઉત્પાદન ૩૧૦ કિલો પ્રતિ હેકટરથી એવરેજ ૬૦૮ કિલો, તેવી જ રીતે માળિયા તાલુકામાં ગોઠવાયેલ અખતરા ૧૯ મળેલ ઉત્પાદન ૩૩ કિલો પ્રતિ હેકટર એવરેજ ૬૧૦ કિલો અને ટંકારા તાલુકામાં ગોઠવાયેલ અખતરા ૧૮ મળેલ ઉત્પાદન ૪૬૩ કિલો પ્રતિ હેકટર અને એવરેજ ૧૫૦૬ કિલો મુજબના ક્રોપ કટિંગના આંકડા પ્રમાણે પાકવીમો માળિયા તાલુકાને ૯૪ ટકા, મોરબીનો ૫૦ ટકા અને ટંકારા તાલુકાનો ૬૮ તક થાય તેવો અંદાજ છે પરંતુ વીમા કંપની અવનવા વાંધાઓ કાઢીને ત્રણેય તાલુકામાં પાક વિમાની કપાત કરાવેલ છે વીમા કંપનીના વાંધાઓ જે હોય તે કૃષિ વિભાગે સંભાયા હોય તો વીમા કંપનીના વાંધાઓ સામે ખેડૂતોના પણ વાંધાઓ સાંભળવા જોઈએ.

વધુમાં જણાવ્યું છે કે વીમા કંપની યેનકેન પ્રકારે પાક વીમો આપવો ના પડે તે માટે ખતા વાંધાઓ રજુ કરીને વીમો કાપેલ છે વીમાના નિયમ પ્રમાણે પાકવીમો મળવો જોઈએ અછતગ્રસ્ત તાલુકાઓમાં બિલકુલ ઉત્પાદન થયેલ નથી અને ખેડૂતોને અન્યાય થયો છે ત્રણેય તાલુકામાં અમુક ગામડામાં નદી નાળા અથવા કુવાની પિયતની સગવડતા હોય તેવા ખેડૂતોને હિસાબે બધા ખેડૂતોને અન્યાય થાય તે વ્યાજબી નાથી પિયતની સગવડતા ત્રણેય તાલુકામાં માત્ર ૧૫ થી ૨૦ ગામોમાં છે જયારે ત્રણેય તાલુકાના ટોટલ ૨૨૦ ગામો છે જેથી ૨૨૦ ગામોને અન્યાય ના થાય અને તાત્કાલિક વીમા કંપનીના વાંધા રદ કરીને ફરીથી નિયમોનુસાર ન્યાયી પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ કરી છે.

(11:53 am IST)