Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

અમરેલી જિલ્લામાં EVM-VVPAT મશીનની ફાળવણી પ્રક્રિયાનો પ્રારંભ

લોકસભા ૨૦૧૯ની ચુંટણીના મતદાન માટે

અમરેલી, તા.૨૬: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જે અંતર્ગત આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાનાર EVM અને VVPAT ના ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરી ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વધુમાં આ મશીનો અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ અંગે વધુમાં કલેકટરેે જણાવ્યું હતું કે દર વખતની જેમ આ વખતે પણ ચ્સ્પ્દ્ગક સાચવણી માટે અઘતન સ્ટ્રોંગ રૂમ ઉભા કરવામાં આવ્યા છે અને તમામ પ્રકારની સાવચેતી પણ દાખવવામાં આવી રહી છે.

આ પ્રસંગે અમરેલીના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઆર. જી. આલ, નાયબ કલેકટર, નાયબ માહિતી નિયામકશ્રી બી. એસ. બસિયા, મામલતદાર અને નાયબ મામલતદારો તેમજ તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાજર રહ્યા હતા.

ચૂંટણી ખર્ચની ચીજવસ્તુઓના દરો અંગેનું જાહેરનામું

ભારતના ચૂંટણી પંચની ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ અંગેની સૂચનાઓ ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આયુષ ઓકએ રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કરી કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારના ચૂંટણી ખર્ચની ગણતરી કરવા માટે જુદી જુદી ચીજવસ્તુઓના ભાવ અને ભાડા નક્કી કરી જાહેરનામું બહાર પાડેલ છે. આ ભાવ અને ભાડા શહેરી અને ગ્રામ્ય એમ બંને વિસ્તારો માટે સમાન રાખેલ છે. જાહેરનામામાં દર્શાવ્યા સિવાયની કોઈપણ આઇટમના ભાવોની જરૂરિયાત હશે તો તે ચીજવસ્તુઓના કલ્પિત પ્રવર્તમાન ભાવો ગણવામાં આવશે.

(11:53 am IST)