Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ગારીયાધારના સુરવિલાસ ગામે શાળાની સિસ્ટમ ચોરો બઠાવી ગયા..

ગારીયાધાર, તા. ર૬ : સુરવિલાસ પ્રા. શાળાનું મકાન જર્જરીત હોવાથી અન્ય મકાનમાં ફેરવેલ હોય જયાં ચોર હાથફેરો કરી જતા ૧૩ હજારની ચોરીની ફરીયાદ નોંધાઇ હતી.

જેમાં રવજીભાઇ કાનજીભાઇ વાઘાણીના મકાનમાં સુરવિલાસ પ્રા. શાળા ચલાવાતી હોવાથી મધરાત્રીના ચોરોએ હાથફેરો કરી જતા સેમસંગ કંપનીનું ૪૦ ઇંચનું એલઇડી-૧૦,૦૦૦/- જીઓનું રાઉડર -૧૦૦૦ અને પ૦૦ની સાઉન્ડ સિસ્ટમ તેમજ પોપટભાઇ પરશોતમભાઇના મકાનમાંથી ૧પ૦૦નો ડેબલ ફેન ચોરી થયાની ફરીયાદ અરજણભાઇ વેલજીભાઇ ઠાકોર (૪ર) પરવડી તા. ગારીયાધાનાએ નોંધાવી હતી.

જેની તપાસ ગારીયાધાર પોલીસ મથકના પીએસઆઇ એમ.પી. પંડયા દ્વારા હાથ ધરાઇ હતી.

(11:45 am IST)