Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

દેવજી ફતેપરા સિવાય બીજુ કોઇ નહી... હળવદ -ધ્રાંગધ્રામાં બેનરો લાગ્યા

વઢવાણ, તા.૨૬: પહેલા કોંગ્રેસ અને પછી ભાજપમાં જોડાઈ પાંચ વર્ષ સાંસદ રહેલ દેવજી ફતેપરાની ટિકિટ કાપી નવા ચહેરાને તક આપવામાં આવી છે જેને લઇ દેવજી ફતેપરાએ રીતસરનો પક્ષ સામે બળાપો પોકાર્યો છે ત્યારે આજે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દેવજી ફતેપરાના સમર્થનમાં દિવાલો અને વાહનો પર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે 'સુરેન્દ્રનગર લોકસભામાં દેવજી ફતેપરા શિવાય બીજું કોઈ નહિ' જેના કારણે હાલ રાજકારણમાં હલચલ મચી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી સાથે-સાથે હળવદ-ધ્રાંગધ્રાની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી પણ યોજાનાર હોય તેવા સમયે દેવજી ફતેપરાના સમર્થનમાં ગ્રામ્ય વિસ્તારમાં પોસ્ટરો લાગતાં રાજકીય આલમમાં દોડધામ મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે...

સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધ્રાના સર્કિટ હાઉસમાં કોગ્રેસના દિગજ નેતાઓની બેઠક યોજાઇ હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી તમામ કોંગ્રેસના નાના મોટા નેતા ઉપસ્થિત રહ્યા હતા. ભાજપથી નારાજ દેવજીભાઈ ફતેપરા ધાગધ્રા બેઠક ઉપર થી પેટા ચૂંટણી કોંગ્રેસમાંથી લડે તેવી પ્રબળ શકયતાઓ છે.

કોંગ્રેસ હાઇકમાન્ડ હાલ દેવજી ભાઈ ફતેપરાના સંપર્કમાં હોવાનુ જાણવા મળ્યુ છે. અર્જુનભાઇ મોઢવાડીયા, નૌશાદભાઈ સોલંકી સહિતના નેતાઓ કોંગ્રેસની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)