Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ગોંડલમાં તળાવ પાસે જાનવરોએ હાથપગ ફાડી ખાધેલી હાલતમાં મૃત નવજાત શીશુ મળ્યું

ગોંડલ તા.૨૬: ગોંડલ નજીક ખીમોરી તળાવ પાસેથી મૃત નવજાત શીશુ જાનવરોએ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.

મળતી વિગત મુજબ ગોંડલ નજીક ખીમોરી તળાવ પાસેથી મૃત હાલતમાં નવજાત શીશુ મળી આવતા માનવસેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઇ રાજ્યગુરૂ અને કિશોરભાઇ બાવળીયાએ સ્થળ પર પહોંચી જોતા કોઇ જાનવરોએ નવજાત શીશુના હાથપગનો ભાગ ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. બાદ મૃત નવજાત શીશુને ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયું હતંુ. અને જાણ કરતા ગોંડલ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે.

(11:38 am IST)