Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

કચ્છનાં કંથકોટમાં 'શૂરવીર પાળીયા' પુસ્તકનું વિમોચન

વાંકાનેર : વિરગતિએ ગયેલા અનમોલ રત્નોના પાળીયા ભારતીય ભાવસૃષ્ટિ અને જીવનમુલ્યોના શિલ્પપ્રતીક રૂપે ખાંભી બનીને ખોડાયેલા કેશરીયા પાળીયાનુ એક દળદાર પુસ્તક છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતના સુપ્રસિધ્ધ તસ્વીરકાર ભાટી એને મેઘાણીકાર્ય કરી ટાઢ તડકો જોયા વિના કચ્છ, વાગડ, સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ, હાલાર, બરડો, સોરઠ, ગોહિલવાડનો સહતસ્વીર ઐતિહાસિક ઘટના સંગાથે બેનમુન ઓજસ્વી પુસ્તક બનાવવા ગુજરાત કલા પ્રતિષ્ઠાન સુરતના પ્રમુખ રમણીક ઝાપડીયા, મહામંત્રી સી.ટી.પ્રજાપતિએ મારી કલાને પારખીને આ પુસ્તક શૂરવીર પાળીયા બન્યુ. તેમાં ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત લેખકો કે.કા.શાસ્ત્રી, જોરાવરસિંહ જાદવ, નરોતમ પલાણ, પ્રધ્યુમન ખાચર, રાજેન્દ્ર દવે, જયમલ્લ પરમાર, મહાદેવ બારડ, દલપત દાણીધારીયા, કવિદાદ, ખોડીદાસ પરમાર, હાર્દિસોની જેવા લેખકોની બળુકી કલમે લખાયેલ પ્રાણવાન લેખોને ભાટી એનની ૨૫૦ જેટલી તસ્વીર લેખોથી દળદાર શૂરવીર પાળીયા પુસ્તકમાં પ્રાણ પુરાયેલા ૨૮૦ પાનાવાળુ આ પુસ્તકો ૧૧૦૦ કોપી છાપીને વિનામુલ્યે ગુજરાતની યુનિવર્સીટી, કોલેજો, સ્કુલ, લાઇબ્રેરી, કલાકારો, લેખકો, પત્રકારો, મહાનુભાવોને અપાશે. શૂરવીરપાળીયા પુસ્તકનું ભવ્યાતિભવ્ય વિમોચન યથાયોગ્ય સ્થળે થાય તે માટે કચ્છના કથકોટ કિલ્લાના બેનમુન કલાત્મક પાળીયા આગળ તમામ મહેમાનોએ ખાસ કેસરી સાફા પહેરી ભાટી એન સંપાદક આ પુસ્તકના વિમોચનમાં રમણીકભાઇ ઝાપડીયા, અધ્યક્ષ કલા પ્રતિષ્ઠાન ભૂજના અંતાણીભાઇ, દલપતભાઇ દાણીધારીયા, મહાદેવ બારડ, અજીત ભંડેરી, હાર્દીસોની, અશ્વિનભાઇ રાવલ (ગાયત્રીમંદિર વાંકાનેર) જેન્તીભાઇ ધરોડીયા (કાઉન્સલર) સહિતના અસંખ્ય પાળીયા ચાહકોએ કેસરીયો સાફો પહેરીને પાળીયાને સાચી શ્રધ્ધાંજલી ભાવાંજલી આપી વિમોચન કરાયુ હતુ.

(11:38 am IST)