Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

જે રાજકીય પક્ષ માલધારી સમાજને લોકસભાની પ ટિકીટ ફાળવશે તેને ખુલ્લો ટેકો

ચોટીલામાં માલધારી વિકાસ સંગઠનની મિટીંગ યોજાઇ

વઢવાણ તા.૨૬: ચોટીલામાં માલધારી વિકાસ સંગઠન ગુજરાત દ્વારા એક મીટીંગ યોજી હતી. તેમાં લોકસભાની ચૂંટણીમાં કોઇ પણ પક્ષ દ્વારા તેમને પાંચ ટિકિટ ફાળવવામાં આવે તેવા મુદ્દાઓને લઇને મીટિંગ બોલાવવામાં આવી હતી.

ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ હોય તેઓ માલધારી સમાજના લોકોને પાંચ ટિકિટ ફાળવે અને જો ટિકિટ ફાળવવામાં નહીં આવે તો તેઓ ચંૂટણીનો બહિષ્કાર કરશે અને જે પણ પક્ષ તેમને ટિકિટ નહીં આપે તેના વિરૂધ્ધ તેઓ પ્રચાર કરશે. ગુજરાતમાં ૧૦ ટકાથી વધારે માલધારીઓની વસ્તી હોવા છતાં માલધારીઓને રાજકીય રીતે કે સ્થાન હોય એવું અમને લાગતું નથી તે તેમની અવગણના થાય છે તેવું તેમને લાગે છે તેના આધારે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો માલધારીઓનું પ્રભુત્વ ધરાવતી ૫ લોકસભાની ટિકિટ ફાળવે આ સિવાય તેમણે પાંચ મુદ્દાઓને રાજકીય પક્ષો પોતાના ઘોષણાપત્રમાં સમાવેશ કરે તેવીમાંગ કરી છે.

જેમા દરેક ગામના ગૌચરની માપણી થાય અને ગોચરનો કબજો માલધારીઓને સોંપવામાં આવે દૂધના ભાવમાંં સરકાર દ્વારા પાંચ રૂપિયા પ્રતિ લિટરે સબસિડી આપવામાં આવે દરેક ગામમાં પશુ દીઠ દસ કિલો ઘાસ આપવામાં આવે અને ગામેગામ કેટલ કેમ્પ શરૂ કરવામાં આવે. માલધારીઓના ૫૪ પરિપત્ર મુજબ ખેડુત ખાતેદાર તરીકેનો હક આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે માલધારી તરીકેનો દાખલો આપવા માંગો ગોપાલક વિકાસ નિગમમાં એક હજારકરોડનું બજેટ ફાળવવામાં આવે તેવી માંગણી કરાઇ છે.

(11:35 am IST)