Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપમાં મનસુખભાઇ ખાચરીયા સહિત ૬ દાવેદારો

અન્ય દાવેદારોમાં બોઘરા, જશુબેન કોરાટ, ભરતભાઇ ગાજીપરા, લલિતભાઇ રાદડિયા તેમજ ચેતનાબેન રાદડિયાના નામ ચર્ચામા

પોરબંદર તા.૨૬: પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારો માાટે મનસુખભાઇ ખાચરીયા સહિત પ થી ૬ દાવેદારોના નામની ચર્ચા થઇ રહી છે.

આ દાવેદારોમાં મનસુખભાઇ ખાચરિયા, ભરતભાઇ બોઘરા, જશુબેન કોરાટ, ભરતભાઇ ગાજીપરા, લલિતભાઇ રાદડિયા તથા વિપુલભાઇ રાદડિયાના પત્ની ચેતનાબેન રાદડિયાના નામ ચર્ચામાં રહ્યાં છે.

આ સંભવિત દાવેદારોના નામ પ્રદેશ ભાજપના આગેવાનોમાં ચર્ચામાં રહેલ છે.

(10:06 am IST)