Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

અમરેલીમાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં મંડપ ઉડ્યા: માઇકમાંથી કહેવાયું આ તો ભાજપ હોય ત્યાં વાવાઝોડું હોય જ

જિલ્લામાં ભાજપનું વાવાઝોડું આવવું જોઇએ અને પાર્ટીનો વિજય થવો જોઇએ

અમરેલી :રાજ્યભરમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન આયોજિત થઇ રહ્યાં છે અમરેલીમાં પણ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું  ત્યારે ભારે પવનને કારણે સભા મંડપ ધરાસાયી થઇ ગયો અને કાર્યકર્તાઓમાં થોડીવારમાં માટે નાસભાગ મચી જવા પામી હતી

      ભારે પવનને કારણે સભા મંડપ ધરાસાયી થઇ જતા કાર્યકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી હતી, મંચ પર આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને પોતાના સ્થાને બેસી જવાની સૂચનાઓ આપવામાં આવી હતી

    આ દરમિયાન મંચ પરથી માઇકમાં એવું પણ કહેવામાં આવ્યું કે ''આ તો ભાજપનું વાવાઝોડું છે, ભાજપ હોય ત્યાં વાવાઝોડું હોય જ, આવી જ રીતે જિલ્લામાં ભાજપનું વાવાઝોડું આવવું જોઇએ અને પાર્ટીનો વિજય થવો જોઇએ

   મંચ પરથી આગેવાનોએ કીધું કે આતો ભાજપનું વાવાઝોડું છે, ત્યારે હાજર કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી ગયો અને તમામ કાર્યકર્તાઓએ ભાજપ વિજયના નારા શરૂ કરી દીધા હતા.

   નેતાઓની સ્પિચ બાદ અચાનક પવનની ગતિ વધવા લાગી અને સભા મંડપ ઉડવા લાગ્યો હતો. જેમાં સભા મંડપનો એક સાઇડનો ભાગ ધરાસાયી થઇ ગયો હતો

(12:57 am IST)
  • રવિવારે સરકારી લેતીદેતી કરતી બેન્કની તમામ શાખાઓ ખુલી રહેશે :આરબીઆઇએ કર્યો આદેશ : રિઝર્વ બેંકે સર્ક્યુલર જાહેર કર્યું :સરકારી પ્રાપ્તિ અને ચુકાવણી માટે 31 માર્ચે તેના તમામ પે એન્ડ એકાઉન્ટ કાર્યાલય ખુલ્લા રહેશે access_time 1:13 am IST

  • જૂનાગઢ બેઠકનું કોકડુ ગુંચવાયુઃ ફરી રાજેશ ચુડાસમાનો ઘોડો વિનમાં : જૂનાગઢ બેઠકનું કોકડુ વધુ ગુંચવાયુઃ રાજેશ ચુડાસમાના સમર્થકોના ઉગ્ર વિરોધના પગલે ભાજપ નેતાગીરીએ જૂનાગઢ બેઠકના સાંસદ રાજેશ ચુડાસમાને તાત્કાલીક ગાંધીનગર બોલાવ્યાનું જાણવા મળે છેઃ આ બેઠક માટે હીરાભાઇ સોલંકીનું નામ ફાઇનલ થઇ ગયાની ભારે ચર્ચા હતી ત્યારે બપોરે ૪ વાગ્યે મળતા અહેવાલો મુજબ જૂનાગઢ બેઠક માટે રાજેશ ચુડાસમાના નામ ઉપર લગભગ સહમતી થયાનું અને જૂનાગઢ બેઠક ઉપર પણ ભાજપ રીપીટ ઉમેદવારની થિયરીને વળગી રહેશે તેમ જાણવા મળે છે access_time 5:00 pm IST

  • વિનય શાહના નજીકના નરેશ પટેલની સીઆઈડીએ ધરપકડ કરી : ૨૬૦ કરોડની છેતરપીંડિના કેસમાં : ગાંધીનગર રૂ.૨૬૦ કરોડની છેતરપીંડીનો કેસઃ વિનય શાહની નજીક ગણાતા નરેશ પટેલની ધડપકડઃ સીઆઈડી ક્રાઈમે કરી નરેશ પટેલની ધડપકડઃ આર્શર કેર કંપનીમાં કોર કમિટીનો મેમ્બર હતો નરેશ પટેલઃ નરેશ પટેલે ૨૦૦ લોકોને કરાવ્યુ હતું રોકાણઃ રોકાણ કરાવીને મેળવ્યું હતું રૂ.૫૧ લાખનું કમિશન access_time 3:59 pm IST