Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

પોરબંદરમાં હોન્ડાની હડફેટે વૃધ્ધનું મોતઃ બાળકને ઇજા

પોરબંદર તા. ર૬ : અહીં કમલાબાગ પોલીસ સ્ટેશન સામે પુરપાટ જતા હોન્ડા (જી.જે.રપ એસ ૬ર૭૦) ના ચાલકે અમરાભાઇ વીરાણી અને તેના સાથે ૬ વર્ષના દીપકને હડફેટે લેતા અમરાભાઇનું મોત નીપજયું હતું.

અકસ્માતમાં દીપકને ઇજા થતા સારવાર માટે ખસેડાયેલ છે બેફીકરાઇથી હોન્ડા ચલાવનાર સામે ભીખુભાઇ અમરાભાઇ વીરાણીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

(12:18 pm IST)