Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ભાવનગર રેલવે ડિવીઝન દ્વારા ચેસ સ્પર્ધામાં રતલામની ટીમ વિજેતા

ભાવનગર તા. ૨૬ : પશ્ચિમ રેલવે પરા ખાતે ચેસ ચેમ્પિયનશીપ સંપન્ન થયેલ. આ પ્રતિયોગિતામાં વિભિન્ન મંડલો (રાજકોટ અહમદાબાદ રતલામ મુંબઇ તેમજ વર્કશોપમાંથી ચેસ ટીમએ ભાગ લીધો હતો. ઓફિસર્સ કલબ ભાવનગર ખાતે આ ચેમ્પિયનશીપને પ્રેસિડેન્ટ ભાવનગર સ્પોર્ટસ એસોસિએશન અને ડીઆરએમ રૂપા શ્રીનિવાસનના માર્ગદર્શન હેઠળ તેમજ સેક્રેટરી અને ડીએમએમ વિહાર ઠાકર તથા જોઇન્ટ સેક્રેટરી અને પ્રિન્સીપલ રેલવે સ્કૂલ રામસિંહની રાહબરી હેઠળ ટુર્નામેન્ટનું સફલ આયોજન થયેલું.

ટુર્નામેન્ટમાં રતલામ ડિવીઝનની ટીમ વિજેતા જાહેર થયેલી. અહમદાબાદ ડીવીઝન રનર્સઅપ બનેલ. ભાવનગર ડિવીઝનની ટીમે તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલું.

સમાપન સમારોહના અધ્યક્ષ રૂપા નિવાસન અને એડીઆરએમ રાકેશ રાજપુરોહિતના હસ્તે તમામ ખેલાડીઓને સ્મૃતિચિન્હ અને મેડલ એનાયત કરેલ. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વિવિધ કમિટિઓ રચવામાં આવેલી. આયોજન બદલ કમિટિના સભ્યોને પણ ડીઆરએમ હસ્તે સ્મૃતિચિન્હ એનાયત કરાયેલ.

ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અજય નૈયર, સંદિપ ચાવડા, શૈલેષ પરમાર, એસ.ડી.જોષી, એન.બી.ઝાલા, એ.યુ.સમા, સતીષ ધરજીયા, અજીત કુમાર, વાય.ડી.જાડેજા, અજય મકવાણા અને શંભુસિંહે જહેમત ઉઠાવી હતી.(૨૧.૩)

(12:18 pm IST)