Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

માંડવીના બાંભડાઇ ગામે ધર્મ પરિવર્તન અંગે દબાણ કરાતું હોવાની ફરીયાદ

ભુજ તા. ર૬ :.. ગઢશીશા (માંડવી) પોલીસ સ્ટેશને બાંભડાઇ ગામનાં કપિલસિંહ ડી. રાઠોડ નામના ફરીયાદીએ પોતાની ઉપર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ થઇ રહ્યું હોવાની ફરીયાદ નોંધાવી છે.

બાંભડાઇ ગામે ગાયો ને કુહાડી મારવાના કિસ્સામાં પોતે નોંધાવેલી પોલીસ ફરીયાદને પગલે પ્રલોભનો સાથે ધાક ધમકી અને દબાણ કરાઇ રહ્યુ હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે.આ ફરીયાદમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરનારાઓનો નામ જોગ ઉલ્લેખ કરાયો છે. જો કે, આ મામલે પોલીસે હજી કંઇ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ ફરીયાદ અત્યારે ગઢશીશા પોલીસ સ્ટેશનના દ્વારે છે. (પ-૧૬)

(12:13 pm IST)