Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો ઉનાળોઃ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ

વહેલી સવારથી જ સૂર્યનારાયણ આકરા પાણીએઃ ''લુ'' વરસતા લોકો ત્રાહીમામ

રાજકોટ તા.૨૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર ધોમધખતા તાપ સાથે આક્રરા ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે અને મહતમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ પહોંચતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. અને બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઇ જાય છે.

ભુજ

ભુજઃધીરે ધીરે થયેલા ઉનાળા દરમ્યાન સવારે ધુમ્મસ,બપોરે ગરમી અને રાત્રે ઠંડી જેવા વિષમ હવામાન વચ્ચે એકા એક ગઇકાલે રામ નવમીથી વાતાવરણ પલટાયું છે હવામાનમાં આવેલા આ પલ્ટાના પગલે કચ્છમાં જાણે ફીટ વેવ સાથે ગરમીની આણ વરતાઇ રહી છે કંડલા, માંડવી, મુંદરા જેવા દરિયાકિનારાના વિસ્તારોમાં પણ ગઇકાલે પારો ૪૦ ડીગ્રીને પાર કરી ગયો છે ખાવડા અને ભુજમાં પણ પારો ૪૦ ડીગ્રી પાર થયો છે 'હીટવેવ' અને 'લૂ' વચ્ચે કચ્છમાં ઉષ્ણતામાન ૪૦.૨ ડિગ્રી નોંધાતા અત્યારે પ્રારંભમાંજ સૌથી ઉંચુ તાપમાન નોંધાયુ છે.

સુરેન્દ્રનગર

વઢવાણઃ સુરેન્દ્રનગર સહિત રાજયમા શરૂ થયેલા પશ્વમથી ઉતર પશ્વિમી ગરમી પવનની અસર હેઠળ તાપમાન મા સતત વધારો થઇ રહ્યો છે માર્ચ મહિનાથી તાપમાન વધવાની સાથે લોકોને ગરમીના આકરો અનુભવ થઇ રહ્યા છેહાલના દિવસોમાં સુરેન્દ્રનગરનુ તાપામાન અન્ય શહેર અને જિલ્લાઓ કરતા વધુ જોવા મળી રહ્યો છે જેના કારણે શહેરનુ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચતા શહેરીજનો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા હતા આ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય પંથકમાં તેમજ રણકાંઠાના અંતરિયાળ ગામડાઓ ગરમીના તાપમાનમા શેકાયા હતા દિવસે દિવસે વધતા ગરમીના પારાના કારણે તેની અસર જન જીવન સાથે પશુ પક્ષીઓ પર જોવા મળી. દામ જયારે રજામા પણ સુર્યનારાયણ તપતા લોકોએ ઘરની બહાર જવાનુ પણ ટાળ્યુ છે

જામનગર

જામનગરઃ શહેરનુ તાપમાન ૩૮ મહત્તમ, ૧૯ લઘુતમ, ૫૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૭.૯ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

સોરઠમાં સવારથી ૪ અગ્નિવર્ષા

જુનાગઢઃ સોરઠમાં આજે સતત બીજા દિવસે સવારથી જ અગ્નિવર્ષા શરૂ થઇ ગઇ છે.ગઇકાલે રવિવારે જુનાગઢનું મહતમ તાપમાન ૪૧.૫ ડિગ્રી રહ્યા લઇ આજે સવારનુ લઘુતમ તાપમાન ૨૯ ડિગ્રી નોંધાયુ હતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૫ ટકા રહ્યુ હતુ.જયારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૦૪.૯   કિમીની નોંધાઇ હતી આમ ૨૯ ડિગ્રી સાથે સવારથીજ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઇ જતા આજવુ પણ મહતમ તાપમાન ૪૧ ડિગ્રી રહેવાની શકયતા પ્રવર્તે છે.(૧.૪)

(12:08 pm IST)