Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ઉના-દીવ વચ્ચે આવેલા નાળીયા માંડવી નજીક બાવળના જંગલમાં ભીષણ આગ :ત્રણ ફાયર ફાયટરો દોડ્યા

આગ મોટા વિસ્તારમાં પ્રસરતા મોટાપાયે વૃક્ષો બળીને ખાખ :આકરા તાપથી આગે વિકરાળ સ્વરૂપ પકડ્યું

ઉના અને દીવ વચ્ચે આવેલા નાળિયા માંડવી ગામ નજીક બાવળના જંગલમાં  ભીષણ આગી છે. આગની જાણ થતા ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઇટર દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવાનું શરૂ કર્યું હતું. પરંતુ આગ મોટા વિસ્તારમાં પ્રસરતા મોટી સંખ્યામાં વૃક્ષો બળીને ખાક થઇ ગયા હતા. આગને પગલે લોકોના ટોળા એકત્ર થયા બાવળના જંગલમાં આગ લાગતા મોટી સંખ્યામાં બાવળો બળીને ખાક થઇ ગયા હતા. એક તરફ આકરો તડકો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

(10:07 pm IST)