Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

કચ્છ કોંગ્રેસમાં રાજીનામાનો દોર :અબડાસા તાલુકા પ્રમુખના રાજીનામાના સમર્થનમાં 10 જેટલા હોદેદારોએ પાર્ટીને અલવિદા કરી

લઘુમતી સમાજના ધાર્મિક સ્થળોના તોડફોડના બનાવામાં કોંગ્રેસ નિષ્ફ્ળ રહ્યાનો આક્ષેપ : પક્ષમાં વધતી નારાજગી

કચ્છમાં કોંગ્રેસમાં એક પછી એક હોદેદારો રાજીનામાં ફગાવી રહ્યાં છે લઘુમતી સમાજના ધાર્મિક સ્થળો પર થયેલ તોડફોડના બનાવમાં કચ્છ કોંગ્રેસ નિષ્ફળ રહીં હોવાના આક્ષેપ સાથે પક્ષમાં નારાજગી વધી હોય કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામા આપ્યાં છે.
   અબડાસા કોંગ્રેસ તાલુકા પ્રમુખ ઈકબાલ મંધરાના રાજીનામાના સમર્થનમાં 10 જેટલા કોંગ્રેસ હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા. ઈમરાન જુનેજા (ઉપપ્રમુખ માંડવી તાલુકા કોંગ્રેસ), ફિરોઝ માણેક (મહામંત્રી માંડવી શહેર), સબીર થેબા (મહામંત્રી માંડવી તાલુકા), શરીફ નોતિયાર (સંકલન મહામંત્રી ભચાઉ કોંગ્રેસ) સહિતના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે.

(12:29 am IST)