Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની તબીયત લથડીઃ જામનગર જી જી હોસ્પીટલમાં સારવારમાં

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગરના ધારાસભ્ય અને રાજય મંત્રી  ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા તબીયત લથડતા  તેમને સારવાર માટે જામનગરની જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનીક સ્વરાજની ચુંટણીના પ્રચાર કાર્યમાં ઘણા સમયથી વ્યસ્ત રહેતા તેઓને આજે સવારે તાવ અને ડાયરીયા થતા તેમને સારવાર માટે જામનગરની જી જી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીયત ભયમુકત હોવાનું તબીબીએ જણાવ્યું છે.

(3:05 pm IST)
  • રાજકોટ સહિત ગુજરાતભરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચાલુ : પેટ્રોલ- ડીઝલના ભાવવધારા અને મોંઘવારીના વિરોધમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓએ પણ હડતાલનું એલાન જાહેર કરાયું હતું. પરંતુ ટ્રાન્સપોર્ટના વેપારીઓ સાથે વાત કરતાં તેઓએ જણાવેલ હડતાલનું કોઈ એલાન કરાયું જ નથીઃ માત્ર અફવા છેઃ રાબેતા મુજબ જ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ચાલુ જ છે access_time 12:51 pm IST

  • હવે શિવરાજસિંહ ચૌહાણે પણ આપી ચેતવણી : કહ્યું કોરોના સંકટ ટળ્યું નથી : સુરક્ષાના ઉપાયો અપનાવો નહીંતર લોકોડાઉન જેવા પગલાં લેવા પડશે :મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ ફેલાતું અટકવવા લોકોને સહયોગ આપવા અને સાવધાની રાખવા અપીલ કરી access_time 1:10 am IST

  • આંદામાન સાગરમાં ભટકતી બોટની શોધ : રોહીંગ્યા શરણાર્થીઓની ગૂમ થયેલી બોટને શોધવામાં ભારતીય તટરક્ષક દળ મદદ કરી રહયું છે. આ નૌકા ૧પ દિ' પહેલા બાંગ્લાદેશથી રવાના થયા પછી ખરાબ થઇ ગયેલ. આ નૌકામાં ૯૦ લોકો છે. જેમની હાલત ખરાબ છે અને તે પૈકી ૮ના મોત થયાની આશંકા છે. જો કે આ નૌકા કયાં છે તે જાણવા મળતુ નથી. આ બોટમાં સવાર રપ વર્ષીય યુવાનની માતા નસીમા ખાતુન કહે છેકે પોતાનો પુત્ર ૪ લીટર પાણી માત્ર સાથે લઇને ગયો છે અને આ લોકો ભુખથી તડપી રહયા છે અને માર્ગ ભુલી ગયા છે. access_time 12:52 pm IST