Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

જામનગર : સંત નિરંકારી મિશન દ્વારા વૃક્ષારોપણ

જામનગર : સંત નિરંકારી મિશન દ્વારા વૃક્ષારોપણ તેમજ વૃક્ષસંરક્ષણ અભિયાનમાં જામનગર સહિત દેશભરમાં ૩૦૦૦ શાખાઓમાં ર લાખ છોડનું વાવેતર કરવામાં આવેલ સાથે તે જ છોડને ૩ વર્ષ સુધી સંરક્ષીત કરવાનો પ્રણ પણ લેવામાં આવેલ. આ અભિયાન બાબા હરદેવસિંહજી મહારાજની સ્મૃતિમાં આયોજીત કરવામાં આવેલ જેઓએ ૩૬ વર્ષો સુધી આ મિશનની જવાબદારી સંભાળેલ અને સંપુર્ણ માનવતાને કૃતજ્ઞ કરેલ. સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજની પ્રેરણા દ્વારા સંત નિરંકારી મિશન દ્વારા સંત નિરંકારી ચેરી. ફાઉન્ડેશનના તત્વાદાનમાં જામનગરના મોટા થાવરીયા ગામમાં સ્થાનીય સંયોજક મનહરલાલ રાજપાલજીની આગેવાની હેઠળ નિરંકારી મિશનના સેવાદળના સભ્યો તેમજ થાવરીયા ગામના નિરંકારી શ્રધ્ધાળુઓ ભકતો દ્વારા અલગ અલગ ૩૦ પ્રજાતીના વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ. તેમજ પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં ફુલના રોપાઓ તેમજ વૃક્ષોના છોડ કુંડા સાથે ભેટ પણ આપવામાં આવેલ. ઉદઘાટન કરતા સંયોજક મનહરલાલ રાજપાલજીએ બાબા હરદેવસિંહજીને યાદ કરતા કહ્યુ કે, તેઓનો સંદેશ હતો કે પ્રદુષણ મનની અંદર હોય કે બહાર બંને જ હાનીકારક છે. વૃક્ષારોપણની તસ્વીર.

(1:02 pm IST)