Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

લોકડાઉનને લઇ લેબોરેટરીની નોકરી જતી રહેતા કેશોદના મેસવાણની યુવતીનો આપઘાત

જુનાગઢ, તા., ૨૬: લોકડાઉનને લઇ લેબોરેટરીની નોકરી જતી રહેતા કેશોદના મેસવાણની ખુશ્બુબેન સુરેશભાઇ હિંગરાજીયા (ઉ.વ.૨૭) નામની યુવતીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મૃતક યુવતીના સગપણ તેના પરીવારજનો નકકી કરતા હોય અને લેબોરેટરીમાં નોકરી કરતી હતી પરંતુ લોકડાઉન સબબ નોકરી જતી રહેતા જેના કારણે જીંદગીથી કંટાળી જઇ ગઇકાલે ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લેતા પરીવારમાં ગમગીની પ્રસરી ગઇ હતી.

પડી જતા મોત

માંગરોળ તાલુકાના આઝ ગામના જેનુબેન ઉર્ફે ધેનુમાબેન સીદીભાઇ બેલીમ (ઉ.વ.૪૦)નું પોતાના ઘરે પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતા મૃત્યુ થયુ હોવાનું જાણવા મળેલ છે.

(12:56 pm IST)