Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કેશોદમાં ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ૧ કિ.મી.ની રેલી

કેશોદ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલનું ગઈકાલે બપોરે કેશોદ એરપોર્ટે પર આગમન થતાં ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરએ ભવ્ય સ્વાગત બાદ માંગરોળ રોડપરના સભા સ્થળ સુધી બે કિલો મીટર સુધીની બાઈક રેલીનું ભવ્ય આયોજન કરેલ જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે શણગારેલ ખુલ્લી જીપમાં લોકોનુ અભિવાદન જીલેલ હતુ. કેશોદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અનુલક્ષી કેશોદના માંગરોળ રોડ પર આવેલ કુંજબીહારી વાડીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જાહેર સભા સંદર્ભે કાર્યકરોમાં વીવીઆઇપી કાર્ડ વિતરણ, મુખ્ય માર્ગો પર ઝંડાઓ લગાવી પ્રચારને પ્રસારને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સહિત જૂનાગઢ પોરબંદરના સાંસદો હાજર રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે વડોદરામાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી નરેન્દ્ર રાવતે લવ જેહાદ મામલે કરેલ નિવેદનને લઈને પ્રતિક્રિયા આપતા જણાવેલ કે લવ જેહાદ કાયદો અમીર કે ગરીબ માટે નથી એટલી જો સમજ પડી જાય તો પણ ઘણું જ છે. કેશોદ ભાજપ કાર્યકરો આગેવાનોનો ઉત્સાહ જોઈ કેશોદ નગર પાલિકા, તાલુકા પંચાયત તથા આ વિસ્તારની જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો જંગી બહુમતિથી ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. (તસ્વીર -અહેવાલ : કિશોરભાઇ દેવાણી -કમલેશ જોષી -કેશોદ)

(12:54 pm IST)