Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

કોડીનારમાં સુગર મિલના મુદ્દાને આગળ વધારીશું : સી.આર.પાટીલ

(અશોક પાઠક દ્વારા)કોડીનાર,તા. ૨૬: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ કોડીનારમાં ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલની બાઈક રેલી યોજી ભાજપે શકિત પ્રદર્શન કરી અને માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. સોરાષ્ટ્ર અને ગીરનાં ગામોમાં કોંગ્રેસ હજુ પણ માથું ઉચકી રહી છે જેને લઈ ભાજપનાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બાદ હવે સીઆર પાટીલને કોડીનાર આવી સભા સંબોધી હતી.

સીઆર પાટીલે ખેડૂતોને લઈ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, 'કોંગ્રેસનાં રાજમાં ખેડૂતો વ્યાજે પૈસા લેતા જમીન વહેંચતા.મોદી સરકારે ખેડૂતોને દર વર્ષ ૬ હજાર રૂપિયા જમા કરાવી રહી છે.' ખેડૂતોને હવે વીમો ભરવાની પણ ચિંતા નથી કે રાત્રે જાગવાની પણ ચિંતા.અમે દિવસે વીજળી આપી ખેડૂતોનાં ઉજાગરા દૂર કર્યા છે.સીઆર પાટીલે ઉમેદવારોને કહ્યું કે, 'તમે તમારા કામનાં કારણે કે કોઈ કુનેહનાં કારણે જીતતા નથી.પણ કાર્યકર્તાઓની મહેનત મતદારોનાં મત અને કમળના કારણે જીતો છો.

હાલ ગીર વિસ્તારમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે.ભાજપે ટિકિટ ન આપી હોવાને લઈ અને નવા નિયમોને લઈ અનેક લોકો અસંતુષ્ટ છે તો ભાજપ જ ભાજપ ને કાપે તેવી આશંકા છે જેના કારણે સી.આર.પાટીલ આજે ગીરનાં કોડીનાર પહોંચ્યા હતા.સ્થાનિક મહત્વનાં મુદ્દા બંધ સુગર મિલને લઈ તેઓએ જણાવ્યું હતું કે, 'પૂર્વ નેતાઓએ કહ્યું હશે તો સુગરમિલ જરૂર શરૂ થશે.આ મુદ્દાને અમો આગળ વધારીશું.'

(11:40 am IST)
  • પ્રિયંકાના પગલે રોબર્ટ વાડ્રા પણ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીમાં ઝંપલાવવા થનગની રહ્યા છે : આવતીકાલે પ્રિયંકા ફરી વારાણસીમાં access_time 3:54 pm IST

  • કચ્છના ભુજની રાવલ વાડી પોસ્ટ ઓફીસમાં લાખો રૂપીયાની ઉચાપત પ્રકરણમાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરના પતિ સચીન ઠકકરની ધરપકડ access_time 4:24 pm IST

  • મમતાના પ્રધાન ઉપર બોમ્બ ઝીંકાયો : બેની ધરપકડ : મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ સરકારના પ્રધાન ઝાકીર હુસેન ઉપર બોમ્બ હુમલા અંગે બેની પશ્ચિમ બંગાળ સીઆઇડીએ ધરપકડ કર્યાનું જાહેર થયું છે. access_time 3:55 pm IST