Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ટંકારાના જબલપુર ગામમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટ યોજાઈ : 64 ટીમો જોડાઈ :જેન્યુન ટીમ ચેમ્પિયન

ટંકારાના જબલપુર ગામમાં પ્રતિ વર્ષ શિયાળુ સત્ર દરમિયાન રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટ તાલુકાના ગામના યુવકો દ્વારા કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ તાલુકાના યુવાનોને સાથે જોડવા અને ફિટનેસ જાળવવાનો હોય છે. જેમા આ વર્ષે પણ તાલુકાની ૬૪ ટીમો જોડાઈ હતી

 જેન્યુન અને શ્રીજી ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. જેમા ભારે રસાકસીના અંતે જેન્યુન ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ટંકારા પોલીસ મથકના પી.એસ.આઈ. એલ બી. બગડાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ તકે સરપંચ કિશોરભાઈ સહિતના નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(1:22 am IST)